બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / નાની બચતના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકારે વ્યાજ દરનું કર્યું એલાન, આ યોજનામાં સૌથી વધુ લાભ
Last Updated: 09:15 PM, 30 June 2026
કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026ના ગાળામાં નાની બચતની યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રાખ્યાં છે એટલે આ ત્રિમાસિકમાં પણ લોકોએ પહેલાની જેમ જ વ્યાજ મળતું રહેશે.
ADVERTISEMENT
નાણા મંત્રાલયે શું કહ્યું
નાણા મંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું કે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક માટે બચત યોજનાઓના દર પહેલાની જેમ યથાવત રહેશે.
ADVERTISEMENT
નાની બચત યોજનાઓમાં કઈ કઈ સામેલ?
નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) જેવી લોકપ્રિય સરકારી બચત સામેલ છે.
ADVERTISEMENT
કેટલું મળશે વ્યાજ
હાલ સરકાર અલગ અલગ બચત યોજનાઓ પર અલગ અલગ ટકાવારીએ વ્યાજ આપે છે જે વધુમાં વધુ 8.2% સુધી થવા જાય છે.
ADVERTISEMENT
કઈ બચત યોજના પર કેટલું વ્યાજ
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) - 8.2 ટકા
ADVERTISEMENT
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) - 8.2 ટકા
2 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.0 ટકા
ADVERTISEMENT
3 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.1 ટકા
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) - 7.4 ટકા
કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા
કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) - 7.7 ટકા
5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.5 ટકા
5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) - 6.7 ટકા
1 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 6.9 ટકા
સૌથી વધારે કઈ બચત યોજના પર વ્યાજ?
નવા લેટેસ્ટ રેટ મુજબ સરકાર બે યોજનાઓ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર સૌથી વધુ 8.2 ટકા વ્યાજ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.