બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદી આજે તમામ કેન્દ્રીય સચિવો સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક, 2047 સુધી વિકસિત ભારત પર થશે ચર્ચા

National / PM મોદી આજે તમામ કેન્દ્રીય સચિવો સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક, 2047 સુધી વિકસિત ભારત પર થશે ચર્ચા

Nidhi Panchal

Last Updated: 06:50 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય, સુશાસન, Ease of Living અને Ease of Doing Business અંગે ચર્ચા કરવામાં આવશે

PM નરેન્દ્ર મોદી આજે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં જીવનશૈલીમાં સરળતા (Ease of Living) અને વ્યવસાય કરવામાં સરળતા (Ease of Doing Business) માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો પોતાના વિભાગોની સિદ્ધિઓ, સુધારાઓ અને જાહેર કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ પગલાં અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે.

PM-Modi-On-Iran-Israel-War

બેઠકમાં વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગામી પેઢીના સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધિકારીઓને સુશાસન વધુ મજબૂત બનાવવા, સરકારી સેવાઓની ડિલિવરી વધુ અસરકારક બનાવવા અને નાગરિકો સાથે જોડાયેલા બાકી રહેલા પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપે તેવી અપેક્ષા છે. સરકારનો મુખ્ય ભાર નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર રહેશે.

દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને વિકાસ દર અંગે પણ ચર્ચા

આ બેઠકમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને વિકાસ દર અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.8 ટકા વિકાસ દર નોંધાવ્યો હતો, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વિકાસ દર 7.7 ટકા રહ્યો હતો. આ આંકડાઓ દેશની મજબૂત આર્થિક પ્રગતિ દર્શાવે છે.

આ પણ વાંચો : એલર્ટ!WHOએ જણાવી કેન્સર પેદા કરતી 10 ચીજો, નંબર 1 ભારતમાં છે ખૂબ લોકપ્રિય

તાજેતરમાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા, વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે નવી તકો ઊભી કરવા માટે સુધારાઓની ગતિ જાળવી રાખશે. આજની બેઠકમાં વિવિધ મંત્રાલયોના કાર્યોની સમીક્ષા સાથે આગામી વર્ષો માટે વિકાસની દિશા, સુશાસન, જાહેર સેવા વિતરણ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જરૂરી પગલાં અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Secretaries PM Modi Viksit Bharat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ