બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચોમાસા પર અલ નિનોનું ગ્રહણ! જૂલાઈમાં વરસાદ દેશભરના લોકોને કરશે નિરાશ

નેશનલ / ચોમાસા પર અલ નિનોનું ગ્રહણ! જૂલાઈમાં વરસાદ દેશભરના લોકોને કરશે નિરાશ

Pravin Joshi

Last Updated: 09:48 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રશાંત મહાસાગરમાં 'અલ નિનો' (El Nino) સતત મજબૂત થઈ રહ્યો હોવાના કારણે July મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

દેશભરમાં ચોમાસાની ધીમી ગતિએ ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારના રોજ જૂલાઈ મહિના માટે પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આ અહેવાલ મુજબ, પ્રશાંત મહાસાગરમાં 'અલ નિનો' સતત મજબૂત થઈ રહ્યો હોવાના કારણે જૂલાઈ મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

El Nino Effect (1)

જુલાઈમાં વરસાદ સરેરાશથી ઓછો રહેશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે જૂલાઈમાં થનારો વરસાદ લોન્ગ પીરિયડ એવરેજ (LPA) ના 94% કરતાં પણ ઓછો રહી શકે છે. જો 1971 થી 2020 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, July મહિનામાં દેશમાં સરેરાશ 280.4 મિલીમીટર વરસાદ નોંધાય છે, પરંતુ આ વખતે આંકડો આ સરેરાશથી ઘણો પાછળ રહેવાનું અનુમાન છે. ભારત અત્યારે એક સદી કરતાં પણ વધુ સમયમાં પોતાના સૌથી સૂકા June મહિનાનો સામનો કરી ચૂક્યું છે. June મહિનામાં સામાન્ય કરતાં 39% ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે આ વર્ષ 1901 પછીનું અત્યાર સુધીનું પાંચમું સૌથી સૂકું June બની ગયું છે.

MONSOON 2

કયા રાજ્યોમાં ઓછો વરસાદ પડશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારો સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. જો કે, કેટલાક વિસ્તારોને આ અછતમાંથી રાહત મળી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારત, પૂર્વ-મધ્ય ભારત અને પૂર્વીય દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થવાની આશા છે. આ સિવાય, પૂર્વોત્તર ભારતમાં દેશના બાકીના ભાગોની સરખામણીએ વધુ ભેજ અને વરસાદ જોવા મળી શકે છે.

MONSOON 1

ખેતી પર સંકટ અને મોંઘવારીનો ભય

ચોમાસાની આ સુસ્તીની સૌથી મોટી અને સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ, આ વર્ષે ખરીફ પાકની વાવણી ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ લગભગ 23% સુધી ઘટી ગઈ છે. જમીનમાં ભેજની અછતને કારણે ડાંગર, દાળ, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોની વાવણીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : IPL ક્રિકેટર અને તેના IPS પિતા સામે ફરિયાદ, "મારો મોબાઈલ ઝૂંટવી લીધો, ગાળો આપી, મારીને ફેંકી દેવાની ધમકી આપી"

જો કે, હવામાન વિભાગને આશા છે કે આગામી દિવસોમાં બંગાળની ખાડી પર લો-પ્રેશર ક્ષેત્ર બનવાને કારણે ચોમાસાની સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે. આ સિવાય, ઓસ્ટ્રેલિયાના હવામાન બ્યુરોએ સંકેત આપ્યો છે કે ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ - સપ્ટેમ્બરમાં 'પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ' સક્રિય થઈ શકે છે, જે ચોમાસાને થોડી ઝડપ આપી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો અલ નિનો આ જ રીતે મજબૂત રહેશે, તો આ રાહત ખૂબ જ ટૂંકા સમય માટે હશે. જૂલાઈ મહિનામાં સીઝનનો સૌથી વધુ વરસાદ થતો હોવાથી તેની સીધી અસર દેશની ખેતી પર પડશે, જેનાથી આગામી દિવસોમાં મોંઘવારી વધવી નક્કી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon2026 WeatherForecast ElNino
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ