ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ગૌરવ ખન્ના-આકાંક્ષાના થશે ડિવોર્સ? પત્નીએ કર્યો ખુલાસો

મનોરંજન / ગૌરવ ખન્ના-આકાંક્ષાના થશે ડિવોર્સ? પત્નીએ કર્યો ખુલાસો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:42 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Television: ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ એકતા કપૂરના રિયાલિટી શો લોકઅપ સીઝન 2 માં તેમના તલાકની વાત કરી છે. તેણે જણાવ્યું કે તે અને ગૌરવ અલગ થઈ રહ્યા છે. તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે.

ADVERTISEMENT

ટીવી સુપરસ્ટાર તરીકે જાણીતા ગૌરવ ખન્નાના અંગત જીવન અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની પત્ની અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ રિયાલિટી શો લોકઅપ સીઝન 2 માં ખુલાસો કર્યો કે તે અને ગૌરવ છૂટાછેડા લઈ રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે, એક હકીકત જે તેમણે લોકોથી છુપાવી રાખી છે.

ગૌરવ અને આકાંક્ષા શા માટે તલાક લઈ રહ્યા છે?

રિતેશ દેશમુખ અને ફરાહ ખાને શોમાં એક રહસ્ય જાહેર કરવાનું કામ આકાંક્ષા ચમોલાને સોંપ્યું. પહેલા જ એપિસોડમાં અભિનેત્રીએ પુષ્ટિ કરી કે ગૌરવ સાથેનો તેનો સંબંધ સમાપ્ત થઈ રહ્યો છે. આકાંક્ષાએ કહ્યું, "ગૌરવ અને હું છૂટાછેડા લઈ રહ્યા છીએ. અમે એક વર્ષથી અલગ રહીએ છીએ."

"અમે આ વાત પબ્લીકમાં જાહેર કરી નહોતી, પણ હવે તે બહાર આવી ગયું છે. તો, આ મારું સીક્રેટ છે. આ પરસ્પર નિર્ણય છે. અમે છેલ્લા એક વર્ષથી તેના વિશે વાત કરી રહ્યા છીએ. જોકે અમારી વચ્ચે પરિસ્થિતિ ખરાબ નથી. અમે હજુ પણ એકબીજા સાથે વાત કરીએ છીએ. અમને બંનેને લાગે છે કે અમે પાર્ટનર તરીકે એક-બીજા સાથે યોગ્ય નથી. સત્ય એ છે કે અમે બંને એક અલગ ભવિષ્ય ઇચ્છીએ છીએ, અને દુઃખની વાત એ છે કે અમે તે ભવિષ્યમાં સાથે નથી. અમારી વચ્ચે કોઈ નારાજગી નથી."

VTV ADD

આ પણ વાંચોઃ મનોરંજન / 'Welcome To The Jungle' Film Review: મગજ બંધ કરીને જુઓ તો જ આવશે મજા!

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ઘણા સમયથી તેમના બાળકને લઇ ચર્ચામાં છે. ગૌરવ પિતા બનવા માંગે છે, પરંતુ આકાંક્ષા તેના માટે તૈયાર નથી. તો શું આ નિર્ણય બાળકના કારણે લેવામાં આવ્યો ? તે ફક્ત આ દંપતી જ જાણે છે. ગૌરવ અને આકાંક્ષાના લગ્ન 2016 માં થયા હતા, પરંતુ હવે તેમના લગ્ન 10 વર્ષ પછી તુટી રહ્યા છે. આ સમાચાર તેમના ચાહકો માટે મોટો આઘાત હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gaurav Khanna Akanksha Chamola Television

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ