બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવામાન વિભાગનું મોટું એલર્ટ: કાલે દિલ્હી-UP સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા

photo-story

6 ફોટો ગેલેરી

Monsoon 2026 / હવામાન વિભાગનું મોટું એલર્ટ: કાલે દિલ્હી-UP સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા

Last Updated: 11:05 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે 28 જૂનના રોજ દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું સક્રિય થતાં દિલ્હી-NCR, યુપી, બિહાર, પંજાબ અને હરિયાણા સહિતના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

1/6

photoStories-logo

1. હવામાન વિભાગનું મોટું એલર્ટ: કાલે દિલ્હી-UP સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા દેશના હવામાનને લઈને એક મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. 28 જૂનના રોજ દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે આંધી અને આકાશી વીજળી પડવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના હિસ્સાઓમાં ચોમાસું હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂક્યું છે, જેના કારણે ઉત્તર ભારત, પૂર્વીય ભારત અને પહાડી રાજ્યોમાં વાતાવરણ ઝડપથી પલટાશે. રવિવારે દેશના અનેક ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિલ્હી-NCR માં ગરમીથી રાહત

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, જો કે તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકાને જોતાં લોકોને સાવચેત રહેવા કહેવાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઉત્તર પ્રદેશ અને બિહારમાં મિશ્ર વાતાવરણ જોવા મળી શકે

બીજી તરફ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે. બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશના વારાણસી, ગાઝીપુર, જૌનપુર, આઝમગઢ, મઉ, બલિયા, ગોરખપુર, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, સંતકબીરનગર, બસ્તી અને સિદ્ધાર્થનગરમાં હજુ પણ હીટવેવનું એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું મોટું સંકટ

પહાડી રાજ્યોની વાત કરીએ તો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં વધુ વરસાદના કારણે નદીઓનું જળસ્તર અચાનક વધી શકે છે અને ભૂસ્ખલન થવાનો મોટો ખતરો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર

શિમલા, મંડી, કાંગડા, કુલ્લુ, સોલન અને સિરમૌરમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે., દેહરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર, પૌડી, ટિહરી, ચમોલી અને પિથોરાગઢ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ/યલો એલર્ટ અપાયું છે. જમ્મુ, શ્રીનગર, અનંતનાગ, બારામુલ્લા અને કઠુઆમાં પણ વરસાદી માહોલ જામશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ

આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો અને પૂર્વત્તારના (North-East) રાજ્યોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગે ખેડૂતો અને ખુલ્લા મેદાનમાં કામ કરતા મજૂરોને હવામાનની પળેપળની માહિતી પર નજર રાખવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવાની ખાસ સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate IMDAlert HeavyRainAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ