ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બચાવો બચાવો', મહેસાણા રેલ્વે સ્ટેશન પર મહિલા મુસાફર સાથે બબાલ થતા ટીસીએ બૂમો પાડી

VIDEO / 'બચાવો બચાવો', મહેસાણા રેલ્વે સ્ટેશન પર મહિલા મુસાફર સાથે બબાલ થતા ટીસીએ બૂમો પાડી

Published By: Vishal Khamar

Last Updated: 09:59 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા રેલવે સ્ટેશન પર મુસાફર અને ટિકિટ ચેકર વચ્ચે તકરાર થવા પામી હતી. ટિકિટ તફાવત અંગે પૂછતા જ મહિલા મુસાફરે ઝઘડો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ADVERTISEMENT

મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન એક મહિલા મુસાફર અને ટિકિટ ચેકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટિકિટ ચેકર "બચાવો... બચાવો..."ની બૂમો પાડતા હોવાનું સાંભળવા મળે છે.

મુસાફર મહિલા દંપતી પાસે ત્રણ અલગ-અલગ પ્રકારની ટિકિટ હતી

માહિતી મુજબ, વડોદરાથી આવેલા એક દંપતી પાસે ત્રણ અલગ-અલગ પ્રકારની ટિકિટ હતી. તેમાં એક જનરલ, એક AC અને એક સ્લીપર કોચની ટિકિટનો સમાવેશ થતો હતો. ટિકિટ ચેકિંગ દરમિયાન ટિકિટમાં રહેલા તફાવત અંગે ટિકિટ ચેકર દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ટિકિટ ચેકર અને મુસાફર મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી

આ દરમિયાન ટિકિટ ચેકર લક્ષ્મીસિંઘ અને કાજલ રાય નામની મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને પક્ષ વચ્ચે બોલાચાલી વધતા સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, વીડિયોના આધારે સમગ્ર ઘટનાક્રમ અથવા તકરારની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચોઃ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ પોલીસ એક્શનમાં, મંજૂરી વિના ચાલતી ફેક્ટરી સામે કેસ

રેલવે તંત્ર તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર થયું છે કે નહીં તેની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. ઘટના અંગે વધુ તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana railway station Mehsana Mehsana news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ