ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ પોલીસ એક્શનમાં, મંજૂરી વિના ચાલતી ફેક્ટરી સામે કેસ

કાર્યવાહી / ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ પોલીસ એક્શનમાં, મંજૂરી વિના ચાલતી ફેક્ટરી સામે કેસ

Published By: Vishal Khamar

Last Updated: 08:53 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના કપડવંજમાં થયેલ બ્લાસ્ટ મામલે મામલતદાર દ્વારા પોલીસ મથકે ફેક્ટરીના માલિક સામે ફરિયાદ નોંધાવવા આવી છે. તેમજ FSL દ્વારા ફેક્ટરીમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

ખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મામલતદાર સંગીતા મેણીયાએ કપડવંજ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પ્રકારની જરૂરી સરકારી મંજૂરી વિના ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આ અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

બ્લાસ્ટ પછી FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

ખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ મામલે તપાસ તેજ બની છે. બ્લાસ્ટ બાદ FSLની ટીમે સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન ફેક્ટરીમાં ફટાકડા ઉપરાંત અન્ય પ્રકારના વિસ્ફોટક સામાન બનાવવામાં આવતો હોવાની આશંકાને બળ મળ્યું છે. સ્થળ પરથી પોટેશિયમ નાઈટ્રેટનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં પથ્થર તોડવા માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોનું ઉત્પાદન થતું હતું. ગઈકાલે મોહરમની જાહેર રજા હોવાથી મોટાભાગના કર્મચારીઓ ફેક્ટરીમાં હાજર ન હતા. હાલ FSLની ટીમ વિવિધ નમૂનાઓ એકત્ર કરી તપાસ આગળ ધપાવી રહી છે, જ્યારે સમગ્ર મામલે સંબંધિત એજન્સીઓ વધુ તપાસમાં લાગી ગઈ છે.

Kapadvanj Firecracker Factory Blast : ડીસા જેવી બ્લાસ્ટની ઘટના હવે કપડવંજથી સામે આવી છે. વાસ્તવમાં ખેડા જિલ્લાના કપડવંજમાં એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનો આરોપ ધરાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાના અવાજ અને અસરથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા અને વિસ્ફોટ થતાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફેક્ટરીમાં બની હતી. ઘટનાને લઈને અનેક વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. ફેક્ટરી માલિક તરફથી દાવો કરવામાં આવ્યો કે, સ્થળ પર કાર્બન યાર્ન સંબંધિત કામગીરી થતી હતી, જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રાથમિક તપાસમાં ફટાકડાની દિવેટો અને સંબંધિત ઉત્પાદન થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ, જગ્યા મિતુલ પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે આપવામાં આવી હતી અને ત્યાં સાદિક સૈયદ તથા મોહસિન સૈયદ દ્વારા ઉત્પાદન કામગીરી કરવામાં આવતી હોવાનું ચર્ચામાં છે. ઘટના બાદ ફાયર વિભાગ, પ્રાંત અધિકારી અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

આ પણ વાંચોઃ રાજુલાના કોવાયામાં યુવકને ફાડી ખાનારા 4 સિંહોને મળી સજા, સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ રખાશે

પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે, ફેક્ટરીમાં અંદાજે પાંચથી છ શ્રમિકો કાર્યરત હતા અને ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે નડિયાદ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જોકે ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી તે અંગે તંત્ર પાસે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. વધુમાં પ્રાથમિક તપાસમાં જરૂરી પરવાનગી લેવામાં આવી હોવાના પુરાવા મળ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda blast Kheda police Kheda

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ