ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ''પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી...'', પડતી મુશ્કેલીઓને લઇ એર ઈન્ડિયાના CEOનું મોટું નિવેદન
Last Updated: 08:49 PM, 3 November 2026
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ રાખ્યું હોવાથી એર ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. આ અંગે એર ઇન્ડિયાના CEO ટેવોલ્ડે ગેબ્રિયાસે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે આ પ્રતિબંધને કારણે એર ઇન્ડિયાને એવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેનો સીધો માર તેની હરીફ એરલાઇન્સ પર પડી રહ્યો નથી.
ADVERTISEMENT
CEOએ કહ્યું કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની અસર વિશ્વની લગભગ બધી જ એરલાઇન્સ પર કોઈને કોઈ રીતે પડી રહી છે. આ કારણે એર ઇન્ડિયાને પોતાના નેટવર્કમાં ફેરફાર કરવા પડી રહ્યા છે. સાથે જ ગયા વર્ષની સરખામણીમાં ઇંધણના ભાવ બમણા કરતાં પણ વધુ થઈ ગયા છે, જે બીજો મોટો પડકાર છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, “અમારી સામે પાકિસ્તાનની એરસ્પેસ બંધ થવાની અલગ સમસ્યા છે. તેની અસર અમારા પર પડી રહી છે. અમારા સ્પર્ધકો આ સમસ્યાથી પ્રભાવિત નથી.”
ADVERTISEMENT
જોકે CEOએ આ મુશ્કેલીઓને અસ્થાયી ગણાવી છે. તેમને કહ્યું કે આ તમામ સમસ્યાઓને ટૂંકા ગાળાના પડકાર તરીકે જોવામાં આવી રહી છે. કંપનીને આ હાલાતનો મજબૂતાઈથી સામનો કરીને ભવિષ્યમાં વધુ મજબૂત બનવું છે અને લાંબા ગાળાની વૃદ્ધિ હાંસલ કરવી છે.
ADVERTISEMENT
એર ઇન્ડિયા હાલ ભૌગોલિક-રાજકીય તણાવ, એરસ્પેસ પ્રતિબંધો અને ફ્યુઅલના વધતા ભાવ વચ્ચે પોતાના નેટવર્કને ફરીથી વ્યવસ્થિત કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. જેમાં કંપની આ મુશ્કેલીઓને ભવિષ્યની વૃદ્ધિના રસ્તામાં અસ્થાયી અવરોધ માની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ