ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:07 PM, 3 November 2026
ADVERTISEMENT
દિવાળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા ખુશખબર આવી શકે છે. આવતીકાલે સવારે 10 વાગે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, આવતીકાલે યોજાનારી આ કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારા અંગેની ચર્ચા થશે અને તેના પર આખરી મંજૂરીની મહોર મારવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે 3% DA વધારાની જાહેરાત કરી છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે ગુજરાત સરકાર પણ રાજ્યના કર્મચારીઓ માટે 3% જેટલો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ''કોર્ટને માછલી બજાર સમજીને રાખી છે?'', જંતર-મંતર પ્રદર્શન સંબંધિત અરજીઓ પર CJIની ફિટકાર
જો કેબિનેટ બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે, તો દિવાળીના તહેવારો પહેલા જ રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સામાં વધારાનો પગાર આવશે, જેનાથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ