બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મિર્ઝાપુર મુવીનું ટીઝર રિલીઝ, મુન્ના ભૈયા અને ગુડ્ડુ પંડિતનો જોવા મળ્યો જલવો
Last Updated: 02:26 PM, 25 June 2026
પ્રાઇમ વિડિયોની સુપરહીટ વેબ સિરીઝ મિર્ઝાપુર હવે એક ફિલ્મના રૂપમાં થિયેટરોમાં ધમાલ મચાવશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી લોકો તેની રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ મેકરે આખરે મિર્ઝાપુર ધ મૂવીનું ટીઝર રીલીઝ કર્યું છે અને આ ટીઝર 4 સપ્ટેમ્બરે થિયેટરોમાં રીલીઝ થનારી ભયંકર એક્શનની હિન્ટ આપે છે.
ADVERTISEMENT
વેબ સિરીઝની માફક કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) અને ગુડ્ડુ ભૈયા (અલી ફઝલ) વચ્ચેની બાબલ આ ફિલ્મનું મુખ્ય કેન્દ્રબિંદુ હશે. 2018 માં સેટ કરેલી આ સ્ટોરીની મોટી ખાસિયત એ છે કે વેબ સિરીઝમાં મુન્ના ભૈયાના પાત્રના મૃત્યુ બાદ દિવ્યેન્દુ શર્મા મુન્ના ભૈયા તરીકે પરત ફરે છે. મુન્નાના પ્રિય મિત્ર કમ્પાઉન્ડર (અભિષેક બેનર્જી) પણ જોવા મળશે.
The #MirzapurTheMovie teaser is PURE BHAUKAAL 🔥
— Pan India Review (@PanIndiaReview) June 25, 2026
The OG cast returns, Munna & Guddu’s iconic face-off is back, and the scale has gone from Purvanchal to the big screen like never before. This isn’t just a film it’s a cinematic event.
More action. More drama. More bhaukaal.… pic.twitter.com/9XP1n2NuQp
ADVERTISEMENT
'પંચાયત' ફેમ જીતેન્દ્ર કુમાર ગુડ્ડુના ભાઈ બબલુનો રોલ કરી શકે છે જે વેબ સિરીઝમાં વિક્રાંત મેસી દ્વારા રોલ કરવામાં આવ્યો હતો. કેમ કે વિક્રાંતને મિર્ઝાપુર ધ મૂવીના ટીઝરમાં બતાવવામાં આવ્યો નથી. રવિ કિશન પણ એક નવા પાત્ર સાથે સ્ટોરીમાં જોવા મળે છે.

ADVERTISEMENT
આ ટીઝર વિશે સૌથી સારી વાત એ છે કે તે તેના પ્લોટ વિશે કોઈ હિન્ટ આપતું નથી. મિર્ઝાપુર ધ મૂવીની સ્ટોરી વેબ સિરીઝના નેરેટીવથી અલગ લાગે છે. વેબ સિરીઝની તુલનામાં ફિલ્મનો સ્કેલ પણ કંઈક અંશે વિસ્તૃત જોવા મળે છે. આ સ્ટોરીમાં નવા વળાંકો અને નવા પાત્રો સાથે ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા બાદ જ સારી રીતે ખ્યાલ આવશે.
ADVERTISEMENT
મિર્ઝાપુર ધ મૂવીના ડાયરેક્ટર ગુરમીત સિંહ છે જેમણે શરૂઆતથી જ વેબ સિરીઝનું ડાયરેક્શન કર્યું હતું. મતલબ કે આ ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે વિશ્વસનીય હાથમાં છે. વેબ સિરીઝની કંપેરમાં મિર્ઝાપુર ધ મૂવી કઈ નવી અને રોમાંચક બાબતો લાવે છે તે જોવાનું રહેશે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.