ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:52 PM, 26 June 2026
ADVERTISEMENT
આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, અરશદ વારસી, રવિના ટંડન અને દિશા પટણી સહિત 30થી વધુ કલાકારો જોવા મળે છે. કોમેડી, મસ્તી અને ગજબની સ્ટારકાસ્ટથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ફિલ્મની કહાની ભલે બહુ ગંભીર ન હોય પરંતુ મનોરંજનની દૃષ્ટિએ તે સારી સાબિત થાય છે.
ADVERTISEMENT
ફિલ્મની કહાની કાજા નામના એક અબજોપતિ બિઝનેસમેનની આસપાસ ફરે છે, જે પોતાની કાળી કમાણી બચાવવા માટે 2000 કરોડ રૂપિયાની એક ફિલ્મ બનાવવાનો પ્લાન કરે છે. તેનો હેતુ ફિલ્મને ફ્લોપ બનાવીને પૈસા ખર્ચી નાખવાનો હોય છે. તે માટે તે બે નિષ્ફળ ડિરેક્ટર દેવ અને દાસને રાખે છે અને તેમની ફિલ્મનું નામ રાખવામાં આવે છે 'વેલકમ ટુ ધ જંગલ'. ફિલ્મમાં રાજીવ નામના ફ્લોપ હીરો તરીકે અક્ષય કુમારને લેવામાં આવે છે. સાથે જ અનેક કલાકારો અને ગેંગસ્ટરો પણ ફિલ્મનો ભાગ બને છે.
ADVERTISEMENT
કાજા ફિલ્મને ફ્લોપ બનાવવા માંગે છે પરંતુ વચ્ચે જ ઇન્કમ ટેક્સની રેડ પડી જાય છે અને તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જાય છે. હવે તેને એ જ ફિલ્મને હિટ બનાવવાની જરૂર પડે છે. આ માટે આખી ટીમ અસલી લોકેશન પર જઈને શૂટિંગ શરૂ કરે છે, જ્યાં તેમનો સામનો અસલી આતંકવાદી જતારા સાથે થાય છે. ત્યારબાદ ફિલ્મમાં અનેક કોમિક અને મજેદાર ઘટનાઓ જોવા મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિલ્મનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ તેની સ્ટારકાસ્ટ છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જૉની લીવર વચ્ચેની કોમિક ટાઇમિંગ દર્શકોને ખૂબ પસંદ આવે છે. ઘણા દ્રશ્યો એવા છે જ્યાં દર્શકો ખુલ્લા દિલથી હસી શકે છે. ફિલ્મ પોતાની જાતને "બ્રેનરોટ કોમેડી" તરીકે રજૂ કરે છે અને તે મુજબ મનોરંજન આપવામાં સફળ રહે છે.

ADVERTISEMENT
ફિલ્મનો પહેલો ભાગ વધુ મજબૂત માનવામાં આવે છે. તેમાં પાત્રો અને વિલનની સારી રીતે ઓળખાણ કરાવવામાં આવે છે. બીજા ભાગમાં કેટલીક જગ્યાએ ફિલ્મ થોડી ધીમી લાગે છે, પરંતુ ક્લાઇમેક્સ સુધી પહોંચતાં ફરી રસપ્રદ બની જાય છે. જોકે ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) કેટલાક દ્રશ્યોમાં નબળા લાગે છે, જે અનુભવને થોડો અસર કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મિર્ઝાપુર મુવીનું ટીઝર રિલીઝ, મુન્ના ભૈયા અને ગુડ્ડુ પંડિતનો જોવા મળ્યો જલવો
અહમદ ખાને એક જ ફિલ્મમાં 30થી વધુ કલાકારોને સંભાળવાનો પડકાર સફળતાપૂર્વક પાર કર્યો છે. તેમણે લગભગ દરેક કલાકારને સ્ક્રીન પર પોતાની છાપ છોડવાની તક આપી છે.ફિલ્મ લગભગ 2 કલાક 45 મિનિટ લાંબી છે, છતાં તેમાં મનોરંજન જાળવી રાખવાનો પ્રયાસ જોવા મળે છે. જોકે કેટલાક ગીતો ખાસ યાદ રહી જાય એવા નથી, જે ફિલ્મની નબળી કડી ગણાવી શકાય.
જો તમે લોજિક કરતાં કોમેડી અને મસ્ત મનોરંજનને વધુ મહત્વ આપો છો, તો 'વેલકમ ટુ ધ જંગલ' એક સારી ટાઈમપાસ ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં સ્ટારકાસ્ટનો જબરદસ્ત મેળાપ અને હળવી કોમેડી દર્શકોને મનોરંજનનો પૂરતો ડોઝ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT