બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સોશિયલ મીડિયા પર ફરી હાર્દિક પટેલની સંકેતાત્મક પોસ્ટ, વિરોધીઓ પર આડકતરી ટિપ્પણી
Last Updated: 11:19 PM, 27 June 2026
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એક વખત ફરી સોશિયલ મીડિયા પર સંકેતાત્મક પોસ્ટ શેર કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પોતાની નવી પોસ્ટમાં તેમણે વિરોધીઓની સરખામણી સાપ સાથે કરતાં લખ્યું કે, "ચંદન જેવા વ્યવહાર હોવાના કારણે સાપ આવતા-જતા રહે છે."
ADVERTISEMENT
વિવિધ રાજકીય અર્થઘટનો થઈ રહ્યા છે.
હાર્દિક પટેલની આ પોસ્ટને લઈને વિવિધ રાજકીય અર્થઘટનો થઈ રહ્યા છે. જોકે તેમણે પોસ્ટમાં કોઈ વ્યક્તિ કે પક્ષનું નામ લીધું નથી, તેમ છતાં તેને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT

વિરોધીઓને નિશાન બનાવ્યા
ADVERTISEMENT
આ પહેલી વખત નથી જ્યારે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે વિરોધીઓને નિશાન બનાવ્યા હોય. અગાઉ પણ તેમણે એક પોસ્ટમાં દેડકાનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર કટાક્ષ કર્યો હતો, જે તે સમયે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આ પણ વાંચોઃ 'બચાવો બચાવો', મહેસાણા રેલ્વે સ્ટેશન પર મહિલા મુસાફર સાથે બબાલ થતા ટીસીએ બૂમો પાડી
ADVERTISEMENT
હાર્દિક પટેલની સતત આવી સંકેતાત્મક પોસ્ટો રાજકીય ચર્ચાને વેગ આપી રહી છે. હવે તેમની આ નવી પોસ્ટ પર વિરોધી પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.