ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનામાં ₹17000, ચાંદીમાં ₹51000નો ઘટાડો, જાણો જૂનમાં કેમ આવ્યો આટલો મોટો ઘટાડો

બિઝનેસ / સોનામાં ₹17000, ચાંદીમાં ₹51000નો ઘટાડો, જાણો જૂનમાં કેમ આવ્યો આટલો મોટો ઘટાડો

Published By: Jinal Chauhan

Last Updated: 12:21 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત વધી રહેલા સોના અને ચાંદીના ભાવ વચ્ચે જૂન મહિનો રોકાણકારો માટે મોટો ઝટકો સાબિત થયો છે. જૂન દરમિયાન સોનાના ભાવમાં લગભગ ₹17,000 અને ચાંદીના ભાવમાં ₹51,000 સુધીનો ઘટાડો નોંધાયો છે.

ADVERTISEMENT

જે લોકોએ જૂન પહેલાં સોનું કે ચાંદી ખરીદ્યું હતું તેમને આ મહિનામાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કિંમતોમાં આટલો મોટો ઘટાડો થતાં ઘણા રોકાણકારો હવે ફરીથી સોના-ચાંદીમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘટ્યા બાદ કિંમતી ધાતુઓના ભાવ વધવાની આશા હતી, પરંતુ બજારમાં તેની વિપરીત અસર જોવા મળી છે. ચાલો જાણીએ કે સોના અને ચાંદીના ભાવમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો.

જૂનમાં સોનું અને ચાંદી ભારે સસ્તાં થયા

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ના આંકડા મુજબ, 29 મે પછીથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ ₹17,000નો ઘટાડો નોંધાયો છે. એટલે કે સોનામાં આશરે 10.36 ટકાનો ઘટાડો થયો છે.ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂન દરમિયાન ચાંદી લગભગ ₹51,000 સુધી સસ્તી થઈ છે, જે લગભગ 18.56 ટકાનો ઘટાડો દર્શાવે છે. આટલી મોટી ઘટાડા બાદ ઘણા રોકાણકારો ફરીથી ખરીદી અંગે વિચાર કરી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો કેમ આવ્યો?

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઓછો થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ અમેરિકાની ફેડરલ રિઝર્વ તરફથી આવેલા એક મહત્વના સંકેતે બજારનું ચિત્ર બદલી નાખ્યું.ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો કે આ વર્ષે વ્યાજદરમાં વધારો થઈ શકે છે. વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે રોકાણકારોએ સોના અને ચાંદીમાંથી નાણાં કાઢીને અન્ય વિકલ્પોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત દબાણ જોવા મળ્યું.

Silver-and-gold

શેરબજાર તરફ રોકાણકારોનો ઝુકાવ

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘણા રોકાણકારોએ ઊંચા ભાવ પર નફો બુક કરવા માટે સોનું અને ચાંદી વેચવાનું શરૂ કર્યું. સાથે જ શેરબજારમાં વધતી તકોને કારણે રોકાણકારોનું ધ્યાન સુરક્ષિત રોકાણ માનાતા સોના-ચાંદીમાંથી હટી રહ્યું છે. આ કારણોસર પણ કિંમતોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.

vtv hiring

આ પણ વાંચોઃ 1 લાખ યુવાઓની નોકરી પર તલવાર લટકી, દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની કરશે છટણી

અત્યાર સુધી કેટલો ઘટાડો નોંધાયો?

જાન્યુઆરી 2026માં નોંધાયેલા સર્વોચ્ચ સ્તરથી સોનાના ભાવમાં અત્યાર સુધી લગભગ 29 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. સોનું 4,000 ડોલર પ્રતિ ઔંસના સ્તરથી પણ નીચે આવી ગયું છે.ચાંદીની વાત કરીએ તો તેના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે અને હાલ ચાંદીનો ભાવ લગભગ 57 ડોલર પ્રતિ ઔંસ આસપાસ જોવા મળી રહ્યો છે.

હવે રોકાણ કરવું યોગ્ય છે?

ભાવમાં મોટા ઘટાડા બાદ ઘણા રોકાણકારો માટે આ ખરીદીની તક બની શકે છે. જોકે, બજારની અસ્થિરતા અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની સલાહ બાદ જ રોકાણ કરવાનો નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

silver price crash gold price fall, MCX update

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ