બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, આખા મકાનના બોલી ગયા ભુક્કા, 5 મજૂરો ઘાયલ

દુર્ઘટના / કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, આખા મકાનના બોલી ગયા ભુક્કા, 5 મજૂરો ઘાયલ

Priykant Shrimali

Last Updated: 12:42 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kapadvanj Firecracker Factory Blast : ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: ગેરકાયદે પ્રવૃત્તિઓ અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

Kapadvanj Firecracker Factory Blast : ડીસા જેવી બ્લાસ્ટની ઘટના હવે કપડવંજથી સામે આવી છે. વાસ્તવમાં ખેડા જિલ્લાના કપડવંજમાં એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનો આરોપ ધરાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાના અવાજ અને અસરથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા અને વિસ્ફોટ થતાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફેક્ટરીમાં બની હતી. ઘટનાને લઈને અનેક વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. ફેક્ટરી માલિક તરફથી દાવો કરવામાં આવ્યો કે, સ્થળ પર કાર્બન યાર્ન સંબંધિત કામગીરી થતી હતી, જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રાથમિક તપાસમાં ફટાકડાની દિવેટો અને સંબંધિત ઉત્પાદન થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ, જગ્યા મિતુલ પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે આપવામાં આવી હતી અને ત્યાં સાદિક સૈયદ તથા મોહસિન સૈયદ દ્વારા ઉત્પાદન કામગીરી કરવામાં આવતી હોવાનું ચર્ચામાં છે. ઘટના બાદ ફાયર વિભાગ, પ્રાંત અધિકારી અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

આ પણ વાંચો : ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે, ફેક્ટરીમાં અંદાજે પાંચથી છ શ્રમિકો કાર્યરત હતા અને ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે નડિયાદ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જોકે ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી તે અંગે તંત્ર પાસે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. વધુમાં પ્રાથમિક તપાસમાં જરૂરી પરવાનગી લેવામાં આવી હોવાના પુરાવા મળ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapadvanj Firecracker Factory Kheda Blast, Factory Explosion
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ