ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / વૈશ્વિક સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, ખુદ વિદેશ મંત્રીએ કર્યું એલાન, જાણો ક્યારે ?

મોટા સમાચાર / વૈશ્વિક સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, ખુદ વિદેશ મંત્રીએ કર્યું એલાન, જાણો ક્યારે ?

Published By: Priykant Shrimali

Last Updated: 11:24 AM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump India Visit : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જાહેર કર્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે

ADVERTISEMENT

Donald Trump India Visit : ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જાહેર કર્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવી શકે છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી કાર્યક્રમ પૂરતી નહીં રહે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા મહત્વપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં પણ મહત્વનો પડાવ બની શકે છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળશે અંતિમ સ્વરૂપ

અમેરિકી પક્ષે સંકેત આપ્યા છે કે, આ મુલાકાત પહેલા બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય ચર્ચાઓ વધુ તેજ બનશે. ટ્રેડ ડીલ, રોકાણ, ટેક્નોલોજી સહકાર અને વૈશ્વિક આર્થિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર આગળ વધવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઝડપથી ઊભરતી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે અને આ સંદર્ભમાં અમેરિકા ભારત સાથેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા ઈચ્છે છે.

માર્કો રૂબિયોએ ભારતના નેતૃત્વ અને વૈશ્વિક સ્તરે વધતી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોની મજબૂતાઈ પાછળ ઉચ્ચ સ્તરના રાજકીય વિશ્વાસ અને સતત સંવાદ મહત્વનો ભાગ ભજવે છે. તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી આગામી સમયમાં અનેક નવા ક્ષેત્રોમાં વિસ્તરી શકે છે.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે, જાણો સમગ્ર શિડ્યુલ

ઊર્જા ક્ષેત્રની વાત કરીએ તો ભારતને ભારે ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ ક્ષમતા ધરાવતા દેશોમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકા તથા અન્ય દેશો સાથે ઊર્જા પુરવઠા ક્ષેત્રમાં પણ સહકાર વધારવા પર ચર્ચા ચાલી રહી છે. સાથે જ અમેરિકાની નવી વિઝા નીતિઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી કે તે કોઈ એક દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી નથી. અમેરિકાના ભારત સ્થિત પ્રતિનિધિઓએ પણ સંકેત આપ્યા છે કે વેપાર સંબંધિત ચર્ચાઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. જો આ પ્રવાસ અને વેપાર કરાર સફળ સાબિત થાય તો ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો અને વધુ મજબૂત યુગ શરૂ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump India Visit India US Relations, Trade Agreement

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ