ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:21 PM, 3 November 2026
1/7
ભારત હવે હાઈસ્પીડ રેલવેના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી બુલેટ ટ્રેનની વાત આવે એટલે જાપાનની ટેક્નોલોજી યાદ આવતી હતી, પરંતુ હવે ભારત પોતાની સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન ભારતમાં જ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં ચાલી રહેલા તેના નિર્માણ કાર્યની ઝલક પણ બતાવી છે.
2/7
ADVERTISEMENT
3/7
300 કિમી પ્રતિ કલાકની આસપાસ દોડનારી ટ્રેનનું માળખું ખૂબ મજબૂત હોવું જોઈએ. તેને સાબિત કરવા માટે કાર બોડીનો સ્ક્વીઝ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ મશીનોથી ભારે દબાણ આપીને તપાસવામાં આવ્યું કે ઊંચી સ્પીડ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેનું સુરક્ષા કવચ તૂટે નહીં. ટ્રેન આ કઠિન પરીક્ષામાં સફળ રહી છે.
4/7
ADVERTISEMENT
5/7
આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે. જેમાં 4 મોટર કોચ અને 4 ટ્રેલર કોચ હશે. તેમાં 557 મુસાફરો સફર કરી શકશે. સાત કોચ સ્ટાન્ડર્ડ ક્લાસના અને એક એક્ઝિક્યુટિવ ક્લાસનો હશે. ટ્રેનની મેક્સીમમ ટેસ્ટ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક રહેશે. તેની લંબાઈ આશરે 202 મીટર છે.
6/7
મુસાફરોને આરામદાયક સીટો, પૂરતી લેગરૂમ, દરેક સીટ પર ચાર્જિંગ પોઇન્ટ, સારી લગેજ રેક અને બાયો-ડાઇજેસ્ટર ટોયલેટ મળશે. જેમાં દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેરની સગવડ, ખાસ સીટો અને એક્સેસિબલ ટોયલેટની વ્યવસ્થા છે. હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, વાઇ-ફાઇ આધારિત એન્ટરટેનમેન્ટ, એલસીડી સ્ક્રીન અને આધુનિક એર કંડિશનિંગ સિસ્ટમ પણ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
10 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 3 દિવસ બાદ 8 રાશિઓનું વધશે બેંક બેલેન્સ, આ જાતકો રહે સાવધાન!
ટોપ સ્ટોરીઝ