ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:13 PM, 3 November 2026
ADVERTISEMENT
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3ની કુલ 84 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતી આ ભરતીમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
ADVERTISEMENT
મહત્વની વિગતો
ADVERTISEMENT
કેટેગરી મુજબ જગ્યાઓ
બિન અનામત 40, આર્થિક રીતે નબળા વર્ગ 8, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 19, અનુસૂચિત જાતિ 7 અને અનુસૂચિત જનજાતિ 10 જગ્યાઓ છે.
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી કે ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઓઇલ ટેકનોલોજી, કૃષિ વિજ્ઞાન, પશુચિકિત્સા વિજ્ઞાન, બાયો-કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી કે મેડિસિનમાં ડિગ્રી હોવી જોઈએ. આ સાથે કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી છે.
ADVERTISEMENT
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ADVERTISEMENT
પગાર
જેમાં પસંદ થયેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ સંતોષકારક કામગીરીના આધારે સાતમા પગાર પંચના લેવલ-5 મુજબ 29,200થી 92,300 રૂપિયાના પગારધોરણે કાયમી નિમણૂક મળી શકે છે.
ADVERTISEMENT
અરજી કેવી રીતે કરવી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો