ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે, જાણો સમગ્ર શિડ્યુલ

ગુજરાત / ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે, જાણો સમગ્ર શિડ્યુલ

Published By: Priykant Shrimali

Last Updated: 09:49 AM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Gujarat : બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ જાહેર કાર્યક્રમો, વિકાસલક્ષી બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે

ADVERTISEMENT

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ જાહેર કાર્યક્રમો, વિકાસલક્ષી બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસને રાજકીય તેમજ વહીવટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રવાસની શરૂઆત ગાંધીનગરથી થશે, જ્યાં સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ‘ભારત ટેક્સી સેવા’ના પ્રારંભ કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજરી આપશે. આ પહેલ સહકારી વ્યવસ્થાને નવી દિશા આપવા સાથે પરિવહન ક્ષેત્રમાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

આ તરફ બપોરે 1 વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન વિવિધ વિકાસ કાર્યો, કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અને જિલ્લા સ્તરના પ્રગતિ અહેવાલોની સમીક્ષા કરવામાં આવશે. દિવસના બીજા તબક્કામાં ગૃહમંત્રી અમદાવાદ પહોંચશે, જ્યાં સાંજે 4:45 વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો : ધીમીધારે ચોમાસાની એન્ટ્રી! છેલ્લાં 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારો ભીંજાયા

પ્રવાસના અંતિમ તબક્કામાં સાંજે 6:30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગૃહમંત્રી સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે તેમજ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે. ગૃહમંત્રીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પણ વધારવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharat Taxi Service DISHA Meeting Amit Shah Gujarat Visit

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ