બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:26 AM, 27 June 2026
માતા-પિતા પોતાના સંતાનો માટે આખું જીવન સમર્પિત કરી દેતા હોય છે, પરંતુ જયપુરના સાંગાનેર વિસ્તારમાં એક કલયુગી પુત્રએ માનવતાને શરમાવે તેવી હરકત કરી છે. પૈસાની માંગણી પૂરી ન થતાં તેણે પોતાના વૃદ્ધ પિતાને ઘરમાં જ બેરહેમીથી માર માર્યો હતો. તમાચા મારવાથી લઈને જમીન પર પટકવા અને ઘસડવા સુધીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ ઘટના જયપુરના સાંગાનેર વિસ્તારની છે. આનંદીલાલ નામના 80 વર્ષીય વૃદ્ધ પોતાના નાના પુત્ર, પુત્રવધૂ અને પત્ની સાથે રહે છે. તેમનો મોટો પુત્ર ધનપત અલગ રહે છે. ઘટના દિવસે ધનપત રાત્રે પોતાના પિતાના ઘરે પહોંચ્યો હતો. તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે પિતા પણ તેની પાછળ અંદર આવ્યા હતા.
ADVERTISEMENT
Statutory Warning ⚠️
— Atulkrishan (@iAtulKrishan1) June 26, 2026
Elderly Father Assaulted by Son in Jaipur,
Disturbing Video ⚠️
A shocking case has emerged from Jaipur's Sanganer area, where a man allegedly assaulted his 67-year-old father during a domestic dispute.
The incident came to light after a video of the… pic.twitter.com/aM1W2E87Ka
ADVERTISEMENT
CCTV ફૂટેજ મુજબ, પિતા ઘરમાં આવતા જ ધનપતે તેમને જોરદાર તમાચો મારી દીધો હતો. અચાનક હુમલાથી વૃદ્ધ પિતા જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ પણ આરોપી અટક્યો નહીં અને સતત તેમને તમાચા મારતો રહ્યો. આ દરમિયાન માતા, નાના ભાઈ અને પુત્રવધૂએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહોતી.
ADVERTISEMENT
વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ધનપતે પોતાના પિતાનું ગળું પકડીને તેમને જોરથી જમીન પર પટકી દીધા હતા. વૃદ્ધ જમીન પર પડ્યા પછી પણ તેણે લાતો મારી હતી. એટલું જ નહીં, તેમને ઘસડીને રૂમમાંથી બહાર પોર્ચ સુધી લઈ ગયો હતો. આસપાસ લોકો ભેગા થઈ ગયા છતાં પણ તે ગાળો બોલતો અને મારપીટ કરતો રહ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેતનની હત્યા પછી ડિલીટ કરી Chat હિસ્ટ્રી અને ક્લીન કર્યું Recycle Bin
ADVERTISEMENT
CCTVમાં એક અન્ય ચોંકાવનારો દૃશ્ય પણ સામે આવ્યો છે. જ્યારે વૃદ્ધ પિતા ઘરના ગેટ પાસે સ્ટૂલ પર બેઠા હતા ત્યારે ધનપત બાઈક લઈને આવ્યો હતો. આરોપ છે કે તેણે બાઈકથી પોતાના પિતાને ટક્કર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો, જ્યારે ગેટ પાસે અંદર જવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હતી.
પરિવારના જણાવ્યા મુજબ, ધનપત લાંબા સમયથી પોતાના પિતા પાસેથી પૈસાની માંગણી કરતો હતો. પહેલા આનંદીલાલ તેને પૈસા આપતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. આ જ બાબતથી નારાજ થઈને ધનપતે પોતાના પિતા પર હુમલો કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વૃદ્ધ પિતાએ સાંગાનેર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 19 જૂનની છે. ફરિયાદ મળ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
આ ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. જે પિતા આખી જિંદગી સંતાન માટે મહેનત કરે છે, એ જ પિતાને વૃદ્ધાવસ્થામાં આવી ક્રૂરતા સહન કરવી પડે તે દુઃખદ અને શરમજનક છે. CCTVમાં કેદ થયેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.