બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફેટી લીવરમાં શું ખાવું જોઈએ, શું નહીં? એક્સપર્ટ પાસેથી જાણો આખું લિસ્ટ

હેલ્થ / ફેટી લીવરમાં શું ખાવું જોઈએ, શું નહીં? એક્સપર્ટ પાસેથી જાણો આખું લિસ્ટ

Nirav Kumar

Last Updated: 04:10 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ કાલ ફેટી લીવરની સમસ્યા ખુબ વધી રહી છે. પણ તમે લાઈફસ્ટાઈલમાં અમુક નાના ફેરફાર કરીને ફેટી લીવરની બીમારીથી બચી શકો છો.

ફેટી લીવર બીમારી લોકોમાં વધી ગઈ છે. દારૂ ન પીનારા અને પાતળા લોકો પણ તેનાથી પીડાઈ રહ્યા છે. લીવરના કોષોમાં એક્સ્ટ્રા ફેટ એકઠી થાય ત્યારે ફેટી લીવર થાય છે. આ સામાન્ય રીતે બે મુખ્ય કારણોને કારણે થાય છે. જેમાં વધુ પડતો દારૂનું સેવન અને કસરતનો અભાવ અને ખરાબ આહાર જેવા લાઈફસ્ટાઈલના પરિબળો. જો કે, હવે દારૂ ન પીનારા લોકોમાં પણ ફેટી લીવર થઈ રહ્યુ છે. નિષ્ણાતો કહે છે કે સ્વસ્થ આહાર જાળવીને આ સ્વાસ્થ્ય સમસ્યાને મોટાભાગે નિયંત્રિત કરી શકાય છે.આથી ફેટી લીવર સાથે શું ખાવું અને શું ટાળવું તે જાણવું તમારા માટે જરૂરી છે. આ અંગે એક્સપર્ટ શુ ખાવા પીવાની સલાહ આપે છે જે જાણીએ.

  • તમારું વજન કંટ્રોલમાં રાખો

ફેટી લીવરને રોકવા માટેનું પ્રથમ પગલું સ્વસ્થ વજન જાળવી રાખવું છે. મહિનામાં ઓછામાં ઓછું એક વાર તમારું વજન ચેક કરો. જો તમારું વજન વધી રહ્યું છે અને તમારા પેટની આસપાસ ચરબી વધી રહી છે, તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો. દરરોજ કસરત કરો. આ સિવાય દૈનિક કેલરીના સેવનનું ચેક કરો. ઉચ્ચ કેલરીવાળા ખોરાક ટાળો—જેમ કે તળેલા નાસ્તા, મીઠાઈઓ, ઉચ્ચ ખાંડવાળા પીણાં અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક.

vtv hiring
  • કસરત

આખા અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 થી 300 મિનિટ શારીરિક ફીઝીકલ એક્ટીવીટી કરો. અઠવાડિયામાં 2-3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. યોગ, સ્ટ્રેચિંગ અને ભોજન પછી 10-15 મિનિટ ચાલવું પણ ફાયદાકારક છે.

  • સુગર અને મીઠાઈઓનું સેવન

ઠંડા પીણાં, પેકેજ્ડ જ્યુસ, મીઠાઈઓ, મીઠાઈઓ અને સુગર કે ફ્રુક્ટોઝથી ભરપૂર બીજા ખોરાક લીમીટેડ કરો. 4. તળેલા અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ટાળો. ફાસ્ટ ફૂડ, નાસ્તા અને બેકરીની પ્રોડક્ટ ન ખાઓ.

ચિયા બીજ, અખરોટ અને માછલી (ઓમેગા-3 માટે) જેવી સારી ચરબી ખાવાનું શરૂ કરો.મગફળી, બદામ, ઓલિવ તેલ અને સરસવનું તેલ.શુદ્ધ લોટ અને શુદ્ધ અનાજને બદલે, ઘઉં, જુવાર, બાજરી, રાગી, મકાઈ, કોડો અને કાંગની જેવા અનાજનો સમાવેશ કરો.

  • ફાઇબરનું કરો સેવન

આખા અનાજ, કઠોળ, ફળો, શાકભાજી અને સલાડ ખાઓ. તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરો.ઓછી ચરબીવાળું દૂધ અને દહીં, સોયા, ઈંડા, માછલી અને લીન ચિકન.દરરોજ ઓછામાં ઓછા ૫૦૦ ગ્રામ ફળો અને શાકભાજી ખાઓ.મોસમી ફળો અને શાકભાજી વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ કરીને ફાયદાકારક મનાય છે.

વધુ વાંચો : શરીરમાં દેખાય આ સંકેતો તો સમજી જજો હાર્ટ ખરાબ છે, એક્સપર્ટ પાસેથી જાણો

  • સારી ખાવાની આદત

અલ્ટ્રા-પ્રોસેસ્ડ નાસ્તાને બદલે, છાશ, લીંબુ પાણી, તાજા ફળ, ફણગાવેલા અનાજ, શેકેલા ચણા, લીલી ચા કે મીઠા વગરની કાળી કોફી પસંદ કરો. દારૂનું સેવન લીમીટેડ કરો. દારૂ ટાળવો કે મર્યાદિત કરવો જરૂરી છે. પૂરતી ઊંઘ લો, તણાવ ઓછો કરો અને સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Disease Fatty Liver Lifestyle
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ