બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:35 PM, 24 June 2026
સૌરાષ્ટ્રના હાર્દ સમાન અને ઉદ્યોગ નગરી તરીકે જાણીતા મોરબી જિલ્લામાંથી એક મોટા અને રાજકીય તેમજ સામાજિક ખળભળાટ મચાવતા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીના જેતપર ખાતે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસના માર્ગે આંદોલન ચલાવી રહેલા અગ્રણી નિલેશ એરવાડિયા અને ગુજરાતના જાણીતા લોકકલાકાર હકાભા ગઢવી વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ઓડિયો ક્લિપે સોશિયલ મીડિયાથી લઈને કલા જગત અને ખેડૂત સંગઠનોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે, કારણ કે તેમાં કલાકારોની સામાજિક ભૂમિકા અને ખેડૂત આંદોલન અંગે અત્યંત ગંભીર અને સળગતી વાતો કરવામાં આવી છે.
ADVERTISEMENT
મોરબીના જેતપર ઉપવાસ મામલે નિલેશ એરવાડીયાનો ઓડિયો વાયરલ, હકાભા ગઢવીનો આભાર માન્યો#Morbi #Jetpar #Hakabhagadhvi #Protest #AudioViral #FarmersNews #VTVDigital pic.twitter.com/p9UE2SnlFt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2026
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા ઓડિયો સંવાદમાં આંદોલનકારી નિલેશ એરવાડિયા મક્કમ અવાજે કહી રહ્યા છે કે, જેતપર મુકામે ચાલી રહેલા આંદોલને હવે આખા પંથકમાં અને ગુજરાતમાં પૂરજોશ પકડી લીધું છે. તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે, અમે ગુજરાતના તમામ ખેડૂતો વતી ન્યાયિક માંગણીઓ લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા છીએ અને આ લડત હવે આરપારની બની ચૂકી છે. આ વાતચીત દરમિયાન નિલેશ એરવાડિયા લોકકલાકાર હકાભા ગઢવીનો આભાર માનતા કહે છે કે, તાજેતરમાં તમારા દ્વારા રજૂ કરાયેલા ડાયરાના માધ્યમથી અહીં આંદોલન પર બેઠેલા અને આસપાસના તમામ ખેડૂતો ખૂબ જ આનંદમાં આવ્યા છે અને તેમનો જુસ્સો બમણો થયો છે. કલા જગતમાંથી માત્ર તમે જ એક એવા 'ભડના અને મર્દના દીકરા' છો જે ખુલ્લેઆમ ધરતીપુત્રોના સમર્થનમાં આગળ આવ્યા છે.
ADVERTISEMENT
સામે પક્ષે લોકકલાકાર હકાભા ગઢવી પણ ઓડિયોમાં પોતાના દિલની વાત ઠાલવતા જોવા મળી રહ્યા છે. હકાભા ગઢવી અત્યંત ભાવુક અને નીડર અવાજે કહી રહ્યા છે કે, હું છેલ્લા ઘણા દિવસોથી આ પરિસ્થિતિ જોઈને અંદરથી ભારે ગૂંચવાતો હતો અને મને અંદરથી ડંખ લાગતો હતો કે મારે સાચું બોલવું જ છે. મને આજે આ સાચું બોલવાનો અને ખેડૂતોના પક્ષમાં ઊભા રહેવાનો જે મોકો મળ્યો છે, તેનાથી હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વધુમાં તેઓ આશાવાદ વ્યક્ત કરતા કહે છે કે, મને પુરો ભરોસો છે કે મારી આ વાત અને ખેડૂતોની વેદના છેક સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચી ગઈ છે અને સરકાર ટૂંક સમયમાં જ આ સંવેદનશીલ મુદ્દે હકારાત્મક વલણ અપનાવીને યોગ્ય ન્યાય લાવશે.
આ પણ વાંચોઃ બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો, રીક્ષા ચાલકોમાં ખુશી પણ મુસાફરોમાં 'માતમ'
ADVERTISEMENT
આ કથિત વાતચીતમાં કલાકાર હકાભા ગઢવીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવે ભવિષ્યમાં અમારા લોક ડાયરાના કાર્યક્રમો થાય કે ના થાય, તેની અમને કોઈ ચિંતા નથી, પરંતુ અમે હવે કાયમી ધોરણે આજીવન ખેડૂતોની પડખે જ રહેવાના છીએ. કલાકારની આ ખુમારી સાંભળીને નિલેશ એરવાડિયા તેમને સામાજિક અપીલ કરતા કહે છે કે, તમે રાજદ્વારી વ્યક્તિ ગણાવો છો અને સમાજમાં તમારું મોટું સ્થાન છે, તેથી હવે તમારા આખા ચારણ ગઢવી સમાજે પણ આ ધરતીપુત્રોના સમર્થનમાં આગળ આવવું જોઈએ જેથી ખેડૂતોની આ ન્યાયની લડતને એક લોક આંદોલનનું નવું બળ મળી શકે. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઈ ગયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.