બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવની ફાઇનલવાળી 'RUNબાજી'... હવે આયર્લેન્ડમાં ઇન્ટરનેશનલ ધમાકો!

ક્રિકેટ / વૈભવની ફાઇનલવાળી 'RUNબાજી'... હવે આયર્લેન્ડમાં ઇન્ટરનેશનલ ધમાકો!

Bijal Vyas

Last Updated: 02:57 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાને પોતાની બેટિંગથી ધમાકેદાર જીત અપાવનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકવા માટે તૈયાર છે. એ-ટીમ ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં માત્ર 29 બોલમાં 94 રન અને 11 બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ, વૈભવની નજર આયર્લેન્ડ સામે ટી-20 ડેબ્યૂ પર છે.

હવે, વૈભવ ભારતીય ક્રિકેટના સૌથી મોટા મંચના ઉંબરા પર ઉભો છે. ચાર દિવસ પછી 26 જૂને બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ તેની કરિયરનો સૌથી મહત્વપૂર્ણ દિવસ બની શકે છે. જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે, તો તે ફક્ત પોતાનું ડેબ્યૂ જ નહીં કરે, તે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્વનો બદલાવ આવશે.

શ્રીલંકામાં એ-ટીમ ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં વૈભવે જે સિદ્ધિ મેળવી તે વિસ્ફોટકથી ઓછી નથી. તેણે બોલરોનો સામનો કર્યો, છતાં એવી રીતે બેટિંગ કરી કે જાણે તેણે દરેક બોલને સીમા પાર મોકલવાનું નક્કી કરી લીધું હોય. તેણે માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. સૌથી ખાસ વાત એ છે કે, તેણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

આ એ જ વૈભવ છે જેણે આટલી નાની ઉંમરે મોટા મંચ પર પ્રદર્શન કરવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે. તેની રમતમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે તેનો નિર્ભય અભિગમ છે, ફક્ત 15 વર્ષનો હોવા છતાં, તેની શોટ પસંદગી એક અનુભવી બેટ્સમેન જેવી જોવા મળે છે.

હવે વારી છે ઇન્ટરનેશનલ ક્રિકેટની

  • 26 જૂન, 2026... બેલફાસ્ટ. ભારત વિરુદ્ધ આયર્લેન્ડ.
  • આ તારીખ વૈભવ સૂર્યવંશીના નામે ઇતિહાસમાં નોંધાઈ શકે છે.
  • તે દિવસે, તે ફક્ત 15 વર્ષ અને 91 દિવસનો હશે. જો તે મેદાનમાં ઉતરશે, તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બનશે.
Vaibhav-Suryavanshi

તે મહાન સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડવા માટે તૈયાર છે. સચિને 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. હવે, વૈભવ પાસે તે જ રેકોર્ડ ફરીથી લખવાની તક છે.

જો કે ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા સરળ છે, પરંતુ તેમને ખરેખર યાદગાર બનાવવા મુશ્કેલ છે. જેમ સચિને પોતાની કારકિર્દીને મહાનતા સુધી પહોંચાડી હતી, વૈભવ સામે પણ અસલી પડકાર શરુ થશે.પરંતુ શ્રીલંકાની ઇનિંગ્સે ચોક્કસપણે એક વાત સાબિત કરી છે કે આ કિશોર બેટ્સમેન દબાણમાં પીછેહઠ કરવાનો નથી. તે કોઈ મોટી તકની રાહ જોતો નથી. તેના બદલે, તક મળતા જ તે તેનો લાભ લે છે અને પોતાની અનોખી શૈલીથી તેને બદલી દે છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને જીતી ટ્રાઈ સીરિઝ, વૈભવ સૂર્યવંશી બન્યો જીતનો હીરો

જ્યારે વૈભવ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરશે, ત્યારે તે ભારતનો 120મો T20 ઇન્ટરનેશનલ ખેલાડી બનશે. પરંતુ વાસ્તવિક વાર્તા ત્યારથી શરૂ થાય છે, કારણ કે જ્યારે કેટલાક ખેલાડીઓ ફક્ત ટીમમાં સ્થાન મેળવે છે, ત્યારે અન્ય લોકો આવે છે અને અપેક્ષાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.

જોકે, વિશ્વના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂનો રેકોર્ડ રોમાનિયાના મેરિયન ગેરાસિમના નામે છે, જેમણે 2020 માં ફક્ત 14 વર્ષ અને 16 દિવસની ઉંમરે બલ્ગેરિયા સામે T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sachin tendulkar record vaibhav sooryavanshi india debut ireland t20i
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ