બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને જીતી ટ્રાઈ સીરિઝ, વૈભવ સૂર્યવંશી બન્યો જીતનો હીરો
Last Updated: 07:52 PM, 21 June 2026
શ્રીલંકાના દામ્બુલા ખાતે આવેલા રણગિરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાય-સિરીઝનો હાઈ-વોલ્ટેજ ખિતાબી મુકાબલો રમાયો હતો. આ ફાઇનલ મેચમાં કેપ્ટન તિલક વર્માની બ્રિગેડે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને યજમાન શ્રીલંકાને 66 રનથી ધૂળ ચટાડી છે અને ભવ્ય ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં 4 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે શ્રીલંકાની ટીમ 6 પોઇન્ટ સાથે ટોપ પર હતી. અફઘાનિસ્તાન-એ ની ટીમ માત્ર 2 પોઇન્ટ મેળવી શકી હોવાથી રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકાની ટીમો ત્રીજી વખત આમને-સામને થઈ હતી અને ફાઇનલમાં ભારતે પાછલો હિસાબ ચુકતે કરી દીધો હતો.
ADVERTISEMENT
SERIAL WINNERS 🏆
— Sony Sports Network (@SonySportsNetwk) June 21, 2026
Here's the moment #TeamIndia sealed the Tri-Series #TalentTVCup title! 🎉 #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/biMk40VJJ7
ADVERTISEMENT
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ઓપનરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને ટીમે માત્ર 3 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ દરમિયાન ઓપનર વૈભવ સૂર્યવંશીએ તબાહી મચાવતા ત્રીજી ઓવરમાં શ્રીલંકન બોલર મોહમ્મદ શિરાજ વિરુદ્ધ 3 સિક્સર અને 2 ફોરની મદદથી એક જ ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા હતા. વૈભવની આ તોફાની બેટિંગ અહીં જ ન અટકી અને તેણે માત્ર 11 બોલમાં 5 સિક્સર અને 5 ફોરની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અડધી સદી બાદ પણ વૈભવ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો અને તે સદી તરફ વધી રહ્યો હતો, પરંતુ નવમી ઓવરના પાંચમાં બોલ પર શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેની બોલિંગમાં મોટો શોટ રમવાના ચક્કરમાં તે કેચ આઉટ થઈ ગયો હતો. આઉટ થતાં પહેલા વૈભવે માત્ર 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને મજબૂત પાયો આપ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 132 રન થઈ ચૂક્યો હતો.
50 off 11. Fastest List A fifty ever. 🤯
— Sony Sports Network (@SonySportsNetwk) June 21, 2026
And somehow, Vaibhav Sooryavanshi keeps making “unbelievable” feel normal.
Watch Sri Lanka 'A' vs India 'A', LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. 📺#SonySportsNetwork #SonyLIV #TalentTVCup pic.twitter.com/Uus0vaPK1Z
ADVERTISEMENT
વૈભવના આઉટ થયા બાદ ભારતે પ્રિયાંશ આર્ય (39 રન) ની વિકેટ પણ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કેપ્ટન તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડે મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 84 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ગાયકવાડ 40 રન બનાવીને મોહમ્મદ શિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ તિલકે કુમાર કુશાગ્ર સાથે મળીને ચોથી વિકેટ માટે 63 રન જોડ્યા હતા. કેપ્ટન તિલક વર્માએ 90 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 67 રનની જવાબદારીપૂર્વકની ઇનિંગ રમી હતી, જ્યારે કુમાર કુશાગ્રે 36 રનનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં વિપ્રજ નિગમ (27 રન), નિશાંત સિંધુ (16 રન) અને સૂર્યાંશ શેડગે (2 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જો કે, અંતમાં અનુકૂલ રોયે માત્ર 15 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ રમીને ભારતીય ટીમને 9 વિકેટે 377 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
ADVERTISEMENT
378 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-એ ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ફાસ્ટ બોલર યશ ઠાકુરે પ્રથમ પાવરપ્લેમાં જ શ્રીલંકાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. તેણે નિરોશન ડિકવેલા (25 રન), અવિષ્કા ફર્નાન્ડો (3 રન) અને નુવાનીદુ ફર્નાન્ડો (21 રન) ને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદ સદીરા સમરવિક્રમા (52 રન) અને કેપ્ટન સહાન અરાચિગે (38 રન) એ ચોથી વિકેટ માટે 53 રન જોડીને લંકાની ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રવિન્દુ ફર્નાન્ડો (19 રન) ના આઉટ થવાથી અને કેપ્ટન સહાન આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 177/6 થઈ ગયો હતો. આ મુશ્કેલ સમયે વાનુજા સstorageહાન (62 રન) અને વિજયકાંત વ્યાસકાંત (39 રન) વચ્ચે સાતમી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી, જેણે ભારતની ચિંતા થોડી વધારી હતી. પરંતુ, વાનુજા આઉટ થતાં જ શ્રીલંકાની આશા સમાપ્ત થઈ ગઈ હતી. દુલાજ સમુદિતા (15 રન) અને મોહમ્મદ શિરાજ (21 રન) આઉટ થનારા છેલ્લા બેટ્સમેન હતા અને આખી ટીમ 47.1 Overs માં 311 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IND vs AFG / ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું, વન-ડે સિરીઝ પર કબ્જો કરી રચ્યો ઈતિહાસ
ભારત તરફથી બોલિંગમાં વિપ્રજ નિગમ અને યશ ઠાકુરે 3-3 વિકેટ ઝડપીને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય અનુકૂલ રોયને 2 સફળતા મળી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્મા અને અશોક શર્માએ 1-1 વિકેટ મેળવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.