બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:50 PM, 21 June 2026
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઔદ્યોગિક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં પેરીયાપાલયમ નજીક આવેલા કન્નિગાપેર ગામમાં સ્થિત 'સેન્ટ પીટર્સ એન્ડ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ' ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસનું ભયાનક લીકેજ થયું હતું. આ ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે ફેક્ટરી પરિસરમાં કામ કરતી 7 મહિલા શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ઘણા શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Tamil Nadu: An ammonia gas leak was reported today at the St. Peter's Paul Seafoods Exports facility located in Kannigaipair near Periyapalayam in Tiruvallur district. National Disaster Response Force (NDRF) 4th Battalion headquarters in Arakkonam was immediately alerted… pic.twitter.com/ojoBZ9qyu3
— ANI (@ANI) June 21, 2026
ADVERTISEMENT
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ સીફૂડ પ્રોસેસિંગ યુનિટમાં અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના શ્રમિકો ઉત્તર ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી અહીં રોજીરોટી કમાવવા આવેલા પ્રવાસી મજૂરો છે. ફેક્ટરીના કૂલિંગ પ્લાન્ટના એક 'મેજર વાલ્વ' (Major Valve) માં ખામી સર્જાવાને કારણે આ લીકેજ થયું હતું. ગેસ હવામાં ફેલાતાની સાથે જ મજૂરોને શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ, ચક્કર આવવા, જીવ મૂંઝાવો અને ઉલ્ટી જેવી ગંભીર સમસ્યાઓ થવા લાગી હતી અને આખા પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવીને કુલ 67 શ્રમિકોને વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 7 શ્રમિકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને લાઈફ સપોર્ટ એટલે કે વેરન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ ભયાનક બેદરકારીને તમિલનાડુ સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. કાર્યવાહીના ભાગરૂપે ફેક્ટરીના માલિકની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કંપનીના અન્ય ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સાથે જ સરકારે ગેસ લીક થવાના ચોક્કસ ટેકનિકલ કારણોની તપાસ કરવા માટે ડીન ડોક્ટર શાંતારામની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. તિરુવલ્લુર જિલ્લાના પ્રભારી મંત્રી કુમાર તાત્કાલિક બંને ખાનગી હોસ્પિટલોમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તબીબોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્કાયમેટ આગાહી / 24થી 26 જૂન વચ્ચે ચોમાસું આ સ્થળે પહોંચશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી
ADVERTISEMENT
તમિલનાડુના ગવર્નર રાજેન્દ્ર આર્લેકરેઆ ઔદ્યોગિક હોનારત પર ઊંડો આઘાત અને શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના સત્તાવાર સંદેશામાં જણાવ્યું હતું કે, કન્નિગાપેર ગામ નજીક સીફૂડ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાના કારણે માસૂમ લોકોએ જીવ ગુમાવવો પડ્યો તે ખૂબ જ દર્દનાક અને દુઃખદ ઘટના છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રમિકોની સંખ્યા ચિંતા જગાડે તેવી છે. રાજ્યપાલે મૃતક મહિલાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રાર્થના કરી કે આ મુશ્કેલ સમયમાં ઈશ્વર તેમને હિંમત આપે, અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ શ્રમિકો વહેલી તકે સાજા થઈને પોતાના ઘરે પરત ફરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.