ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અક્ષયથી લઈને શિલ્પા શેટ્ટી... એક્ટર્સએ કર્યા યોગ, સ્ટાર્સમાં ફિટનેસને લઇ જોવા મળ્યો જોશ

Yoga Day / અક્ષયથી લઈને શિલ્પા શેટ્ટી... એક્ટર્સએ કર્યા યોગ, સ્ટાર્સમાં ફિટનેસને લઇ જોવા મળ્યો જોશ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:30 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International Yoga Day: રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી અને નીલ નીતિન મુકેશ સહિત અનેક સેલિબ્રિટીઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા અને યોગ કરતા જોવા મળ્યા.

ADVERTISEMENT

International Yoga Day: રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી અને નીલ નીતિન મુકેશ સહિત અનેક સેલિબ્રિટીઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા અને યોગ કરતા જોવા મળ્યા. પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા-મોટા મંત્રીઓ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતા જોવા મળ્યા. આ સિવાય ખાસ કાર્યક્રમોમાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો.

અક્ષય કુમારે યોગ કર્યા

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ યોગ દિવસ નિમિત્તે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંનેએ લોકોની વચ્ચે યોગ કર્યા, બંનેએ લોકો સાથે મળીની યોગ કર્યા હતા અને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ વર્ષના યોગ દિવસની થીમ "સ્વસ્થ ઉમર માટે યોગ" છે.

શિલ્પાએ લોકોમાં ભર્યો ઉત્સાહ

આ ઉપરાંત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હરિયાણાના ગુરુગ્રામમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શિલ્પા શેટ્ટીએ લોકોની સાથે યોગ કર્યા અને ફિટ રહેવાનો સંદેશ આપ્યો. અભિનેત્રીએ સ્ટેજ પરથી યોગ કરીને લોકોને પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા, અને બધાએ ખૂબ જ ઉત્સાહથી યોગ કર્યા હતા.

આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને બધાએ સાથે મળીને યોગનો અભ્યાસ કર્યો હતો. વાતાવરણ ખૂબ જ સકારાત્મક અને ઉર્જાવાન હતું.

સુનિલ શેટ્ટી અને નીલ નીતિન મુકેશનો ખાસ સંદેશ

આ કાર્યક્રમ દરમિયાન અભિનેતા સુનિલ શેટ્ટી અને નીલ નીતિન મુકેશે લોકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. બંને સ્ટાર્સે કહ્યું કે યોગ ફક્ત શરીર માટે જ ફાયદાકારક નથી પણ મનને શાંત અને મજબૂત પણ બનાવે છે. તેમણે લોકોને સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે યોગને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની અપીલ કરી.

આ પણ વાંચોઃ મનોરંજન / આમિર ખાન ત્રીજી વાર કરશે લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર્ડ મેરેજ

યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે?

વિશ્વભરના લોકોને યોગના ફાયદાઓ વિશે સમજાવવા અને તેને તેમના જીવનમાં સામેલ કરવા માટે પ્રેરણા આપવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shilpa Shetty Akshay Kumar Yoga Day

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ