બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સમુદ્રમાં ભારતની તાકાતમાં થયો ઐતિહાસિક વધારો, PM મોદીએ દેશને સમર્પિત કર્યા ત્રણ અદ્યતન યુદ્ધપોત

ગૌરવ / સમુદ્રમાં ભારતની તાકાતમાં થયો ઐતિહાસિક વધારો, PM મોદીએ દેશને સમર્પિત કર્યા ત્રણ અદ્યતન યુદ્ધપોત

Priykant Shrimali

Last Updated: 10:58 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Navy : પશ્ચિમ બંગાળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા ત્રણ અદ્યતન યુદ્ધપોત દેશને સમર્પિત કર્યા

Indian Navy : ભારતીય નૌકાદળની શક્તિમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આયોજિત વિશેષ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને ત્રણ સ્વદેશી અદ્યતન યુદ્ધપોત સમર્પિત કર્યા. આ નવા યુદ્ધપોતોના સમાવેશ સાથે ભારતની દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક ક્ષમતા અને સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં INS દુનાગિરી, INS અગ્રય અને INS સંશોધકને સત્તાવાર રીતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા. ત્રણેય યુદ્ધપોતોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.

INS દુનાગિરી

INS દુનાગિરી અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક હથિયાર પ્રણાલીઓ અને અત્યાધુનિક સેન્સર ટેક્નોલોજીથી સજ્જ આ યુદ્ધપોત ભારતીય નૌકાદળની હુમલાખોર અને રક્ષણાત્મક બંને ક્ષમતાઓમાં વધારો કરશે. બ્રહ્મોસ જેવી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને હવાઈ હુમલાથી બચાવ માટેની આધુનિક સિસ્ટમો તેને વિશેષ બનાવે છે.

INS સંશોધક

INS સંશોધક હાઇડ્રોગ્રાફિક સર્વે માટે તૈયાર કરાયેલ વિશિષ્ટ જહાજ છે. દરિયાઈ વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, સમુદ્રના તળિયાની માહિતી એકત્રિત કરવી તેમજ વિવિધ સંરક્ષણ અને નાગરિક કાર્યો માટે જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવવાનું તેનું મુખ્ય કાર્ય રહેશે. અદ્યતન સર્વે સાધનો અને સ્વચાલિત પાણીની અંદર કાર્યરત ટેક્નોલોજીથી સજ્જ આ જહાજ ભારતીય સમુદ્રી સંશોધન ક્ષેત્રને નવી દિશા આપશે.

INS અગ્રય

જ્યારે INS અગ્રયને પનડુબ્બી વિરોધી કામગીરી માટે વિશેષ રીતે વિકસાવવામાં આવ્યું છે. આ યુદ્ધપોત આધુનિક સોનાર સિસ્ટમ, ટોર્પીડો અને રૉકેટ લોન્ચરથી સજ્જ છે, જે દરિયાઈ સીમાઓમાં છુપાયેલા ખતરાઓને શોધી તેમને અસરકારક રીતે નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : 40ની ઉંમરે 20 વર્ષથી વધુ ફિટ બનવાનું લક્ષ્ય રાખો, કોલકાતાથી PM મોદીનો યોગ સંદેશ

નૌકાદળના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ત્રણેય યુદ્ધપોત ભારતની બ્લૂ-વોટર ઓપરેશન ક્ષમતા વધારશે, દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને વધુ પ્રભાવશાળી બનાવશે. આ સાથે જ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને પણ નવી ઊંચાઈ મળશે. ભારતીય નૌકાદળમાં આ ત્રણ નવા યુદ્ધપોતોના સમાવેશને દેશની સુરક્ષા અને સમુદ્રી શક્તિ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INS Agray INS Sanshodhak INS Dunagiri
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ