બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:04 PM, 20 June 2026
1/6
હિન્દુ ધર્મમાં ભાનુ સપ્તમીનું વિશેષ મહત્વ છે. આ વ્રત ભગવાન સૂર્યને સમર્પિત છે અને દર મહિનાના શુક્લ પક્ષની સાતમે કે કૃષ્ણ પક્ષની સાતમના રોજ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે યોગ્ય વિધિ સાથે સૂર્ય દેવની પૂજા કરવાથી, ઉપવાસ કરવાથી અને પ્રાર્થના કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. આ સિવાય કુંડળીમાં સૂર્યનું સ્થાન મજબૂત થાય છે અને સન્માન વધે છે.
2/6
પંચાંગ મુજબ સપ્તમીની તિથિ 20 જૂન 2026 ના રોજ બપોરે 3:47 વાગ્યે શરૂ થશે અને 21 જૂન 2026 ના રોજ બપોરે 3:21 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉપવાસ અને તહેવારો માટે ઉદયતિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જેમાં 21 જૂનના રોજ સૂર્યોદય સમયે સપ્તમી તિથિ મનાવવામાં આવશે અને તે રવિવાર સાથે પણ આવે છે આથી ભાનુ સપ્તમી વ્રત 21 જૂન 2026 રવિવારના રોજ મનાવવામાં આવશે.
3/6
ભાનુ સપ્તમીના દિવસે પૂજા, મંત્રોચ્ચાર અને દાન માટે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 4:04 થી 4:44 છે. અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી 12:52 વાગ્યે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 22 જૂનના રોજ સવારે 9:31 થી 5:24 વાગ્યે , વિજય મુહૂર્ત બપોરે 2:43 થી 3:38 વાગે અને ગોધુલી મુહૂર્ત સાંજે 7:21 થી 7:41 વાગ્યે છે.
4/6
ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન સૂર્ય સૌપ્રથમ તેમના સાત ઘોડાવાળા રથ પર સવાર થઈને પૃથ્વીને પ્રકાશિત કરી હતી. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય, પ્રતિષ્ઠા, નેતૃત્વ અને પિતૃત્વનો કારક ગ્રહ માનવામાં આવે છે. જેમાં ભાનુ સપ્તમી પર સૂર્યની પૂજા કરવાથી બીમારીથી રાહત મળે છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં પ્રગતિ આવે છે.
5/6
ભાનુ સપ્તમી પર સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. બાદમાં તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં રોલી, ચોખાના દાણા, લાલ ફૂલો અને ગોળ કે ખાંડની મીઠાઈ ઉમેરો. આ પાણી ઉગતા સૂર્યને અર્પણ કરો અને "ॐ सूर्याय नमः" મંત્ર કે ગાયત્રી મંત્રનો જાપ કરો. જેમાં અર્ધ્ય અર્પણ કર્યા બાદ સૂર્ય દેવની ત્રણ વખત પરિક્રમા કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્રો અને બીજા ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી પણ પુણ્ય મળે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ