બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બરડા ડુંગરે ગેરકાયદે ખનન? પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના વિસ્તારમાં જ ખવાઈ ગયો ડુંગર
Last Updated: 06:55 PM, 20 June 2026
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હોમ ડિસ્ટ્રિક્ટ પોરબંદરમાં જ પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. પ્રખ્યાત બરડા ડુંગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના,છેલ્લા 4 મહિનાથી બેફામ અને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે.રાણાવાવ તાલુકાના લધાધાર બસ સ્ટેન્ડની પાછળ આખો ડુંગર જ ખોદી નાખવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તંત્ર આ બાબતથી તદ્દન અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે.
ADVERTISEMENT

વન અને પર્યાવરણ મંત્રીના પોતાના જ જિલ્લા પોરબંદરમાં પર્યાવરણનુ નિકંદન નીકળી રહ્યું છે. પોરબંદર-જામનગર હાઇવે નજીક આવેલા રાણાવાવ તાલુકાના લધાધાર બસ સ્ટેન્ડની બરાબર પાછળ આખો ડુંગર ગેરકાયદેસર રીતે ખોદી નાખવામાં આવ્યો છે. વિઝ્યુઅલ્સમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કુદરતી સંપત્તિ ગણાતા આ ડુંગરને કઈ હદે તોડી પાડવામાં આવ્યો છે. છેલ્લા ચાર-ચાર મહિનાથી આ વિસ્તારમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય જનતાને પણ દેખાય તેવું આ ખનન અધિકારીઓને કેમ દેખાતું નથી, તે હવે એક મોટો સવાલ બની ગયો છે.
ADVERTISEMENT
એચડી ધાનાણી, જિલ્લા કલેકટર પોરબંદર
ગેરકાયદેસર ખનન થતું હોવાનું મીડિયાના રિપોર્ટથી માહિતી મળી હોવાથી અમે તપાસ માટે ટીમો મોકલેલ હતી, મળેલી માહિતી મુજબ તે જગ્યાએ અગાઉ લીઝ મંજૂરી થયેલ હતી અને તેની મુદ્દત 2030 સુધી છે પરંતુ જે-તે સમયે પર્યાવરણનું ક્લિયરસન્સ મળેલ ન હોવાથી તેમનું ખનન અટકાવેલું હતું અને તેમનું એટીઆર લોક કરાવવામાં આવેલું. જે સમયે લીઝ ધારકનું એટીઆર લોક થયું હતું તે સમયે તેમણે જે જથ્થો દર્શાવ્યો હતો માત્ર તે જથ્થો નિકાસ કરવાની છૂટ આપી હતી, જો તે સિવાયનો જથ્થો કાઢ્યો હશે તો તેમના પર કાર્યવાહી થશે.
ADVERTISEMENT
ધોળા દિવસે અને હાઇવેની બિલકુલ નજીક આટલું મોટું કૌભાંડ ચાલતું હોવા છતાં, મીડિયાના સવાલો સામે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગે એવો લૂલો બચાવ કર્યો છે કે આ ખનન માટે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. હવે સવાલ એ થાય છે કે જો કોઈ મંજૂરી નથી,તો અધિકારીઓ ચાર મહિનાથી શું કરી રહ્યા હતા? આખો ડુંગર ગાયબ થઈ ગયો છતાં તંત્ર અજાણ હોવાના ગાણાં ગાઈ રહ્યું છે.

ADVERTISEMENT
હાલમાં કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ માત્ર તપાસની વાતો કરીને પોતાની જવાબદારીમાંથી પલ્લું ઝાડી રહ્યા છે અને હજુ પણ તપાસ ટીમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો ગેરકાયદેસર ખોદકામ થયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થતી અને જો ખોદકામ થયું જ ન હોય તો તપાસનો અંત કેમ નથી આવતો? પોરબંદર જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગ છેલ્લા ઘણા સમયથી માત્ર તપાસ ચાલી રહી હોવાનું કહી રહ્યા છે. હજુ પણ તંત્ર તપાસ ટીમના રિપોર્ટની રાહ જોઈ રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા આ મામલે આખરે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે અને તપાસનો રિપોર્ટ ક્યારે જાહેર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે આ એ જ બરડા ડુંગર પંથક છે જ્યાં એશિયાટિક સિંહોના વસવાટ માટે કરોડોના ખર્ચે સરકારી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ અહીં સિંહોનો વસવાટ પણ શરૂ કરાવવામાં આવ્યો છે. એક તરફ સરકાર સિંહોના સંરક્ષણની મોટી-મોટી વાતો કરે છે અને બીજી તરફ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના પોતાના જ ગઢમાં સિંહોનું કુદરતી નિવાસસ્થાન જ ખોદી નાખવામાં આવી રહ્યું છે. દર વખતની જેમ ખાણ ખનીજ વિભાગ તપાસનું નાટક કરીને સબ સલામતના ગાણાં ગાય છે કે પછી જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થશે,તે જોવું રહ્યું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.