બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ

દિલ્હી / કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ

Priykant Shrimali

Last Updated: 10:46 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Koli Samaj National Convention : કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનથી રાજકીય ચર્ચા તેજ, પરંતુ નેતાઓએ મતભેદોને નકારી પ્રગતિ પર ભાર મૂક્યો, જાણો તમામ વિગ

Koli Samaj National Convention : દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજના 12મા રાષ્ટ્રીય અધિવેશને માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય સ્તરે પણ ચર્ચાઓને વેગ આપ્યો છે. વાસ્તવમાં 21 જૂને યોજાયેલા આ મહાસંમેલનમાં ગુજરાત સહિત દેશભરના કોળી સમાજના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ

આ અધિવેશનની સૌથી વધુ ચર્ચિત બાબત રહી ગુજરાતના પ્રભાવશાળી નેતા કુંવરજી બાવળીયાની ગેરહાજરી. વાસ્તવમાં કુંવરજી બાવળીયાની ગેરહાજરીને કારણે સમાજની અંદર અલગ વિચારધારાઓ અને નેતૃત્વને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. બીજી તરફ કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકી, કનુ પટેલ અને ઝંખના પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને ઘણા લોકો સમાજના શક્તિપ્રદર્શન તરીકે પણ જોઈ રહ્યા છે. ખાસ કરીને કુંવરજી બાવળિયા બાદ રાષ્ટ્રીય સ્તરે નવા નેતૃત્વ અને સંગઠનાત્મક દિશાને લઈને ચર્ચા વધુ સક્રિય બની છે.

કોળી સમાજમાં કોઈ પ્રકારનો મતભેદ નથી: હીરા સોલંકી

આ તરફ સમાજના આગેવાનો તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, કોળી સમાજમાં કોઈ પ્રકારનો મતભેદ નથી અને સમગ્ર સમાજનું લક્ષ્ય વિકાસ અને પ્રગતિ છે. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે,અલગ કાર્યક્રમો યોજાવા છતાં હેતુ એક જ છે-સમાજને વધુ મજબૂત બનાવવાનો. તેમના જણાવ્યા મુજબ અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટ અંતર્ગત અલગ નેતૃત્વ હેઠળ કાર્યક્રમો થયા હોવા છતાં તેને વિભાજન તરીકે જોવું યોગ્ય નથી.

રામનાથ કોવિંદ પણ રહ્યા હાજર

આ કાર્યક્રમમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સમાજના વિકાસ માટે શિક્ષણ અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દર્શાવી. સાથે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમાજ સાથે કોઈ અન્યાય નહીં થાય અને સમાજના લોકો સંગઠિત રીતે આગળ વધે તે સમયની માંગ છે.

કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડું : કુંવરજી

કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ આગામી છ મહિના સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે સમાજની કામગીરી સંભાળશે. આ સમયગાળા દરમિયાન સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવશે. તેમાં મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીની રૂપરેખા ઘડવી તેમજ સંગઠનના નિયમો મુજબ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

આ સાથે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ કોળી સમાજના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાના નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પૂર્ણ કરવાનો છે. જોકે જો સમાજના આગેવાનો અને સભ્યો સર્વસંમતિથી તેમને જવાબદારી સોંપવાનો નિર્ણય કરશે તો તેઓ તે જવાબદારી સ્વીકારવા તૈયાર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Koli Samaj Kunvarji Bavaliya Akhil Bhartiya Koli Samaj
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ