બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / સરકાર ખેડૂતોને મદદ કરશે, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સાથે ચર્ચા થઇઃ કાંતિ અમૃતિયા
Last Updated: 11:46 AM, 22 June 2026
Jetpar Farmers Protest : મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ આમરણાંત ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પહોંચ્યું છે. વીજ પોલ અને કૃષિ સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ખેડૂતો સતત ઉપવાસ પર બેઠા છે. આંદોલનને લઈને સ્થાનિક તેમજ રાજ્ય સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. આ તરફ હવે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ દરમિયાન રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતના મુદ્દાઓને ગંભીરતાથી લઈ રહી છે અને મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી સહિતના અનેક મંત્રીઓ આ વિષય પર સકારાત્મક અભિગમ ધરાવે છે. ખેડૂતોની રજૂઆતો અને જમીની હકીકતોને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય તરફ આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું. કાંતિ અમૃતિયાના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓએ પણ ખેડૂતોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને લાંબા ગાળે લાભદાયી ઉકેલ મળી રહે તે માટે સરકાર સ્તરે વિચારણા ચાલી રહી છે.
શું કહી રહ્યા છે ખેડૂતો ?
ADVERTISEMENT
ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓનો યોગ્ય અને સ્થાયી ઉકેલ આવે ત્યાં સુધી તેઓ પોતાના આંદોલનને ચાલુ રાખશે. હવે રાજ્ય સરકાર તરફથી આવનારા દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
ટૂંક સમયમાં રાજ્યના દરેક ખેડૂતને ફાયદો થાય તેવો નિર્ણય આવેશે : કાંતિ અમૃતિયા #Farmers #GujaratNews #KantiAmrutiya #Agriculture #VTVDigital pic.twitter.com/WJd67kwh5R
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2026
ADVERTISEMENT
રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન
ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-4 ધારાસભ્યોએ મળી ચર્ચા કરી. એની નવેસરથી દરખાસ્ત થઇ અને ખેડૂતોને વધારે કેમ ફાયદો થાય તે જરૂરી છે, અમે ખેડૂતના દીકરા છીએ, અમે સમજીએ છીએ, ખેડૂતને વધુ પૈસા મળવા જોઈએ. આ મુદ્દાનો કાયમી નિકાલ કઈ રીતે થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી પોઝિટિવ છે. પરંતુ તેની એક પ્રોસિઝર હોય, તેની નીતિ નક્કી થાય અને તેના આધારે થતું હોય છે. અત્યારે મોરબી જિલ્લાને જે પૈસા મળે તે 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયામાં મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ખેડૂતોના સમર્થનમાં હકાભા ગઢવીએ કર્યો લોકડાયરો, અમરણાંત ઉપવાસને ચાર દિવસ પૂર્ણ
ગુજરાતના તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધુ મળે, મોરબી જિલ્લાને પણ કઈ રીતે વધુ મળે તેના પર વિચારણા થઇ રહી છે. મોરબી જિલ્લો ઉદ્યોગની દ્રષ્ટિએ એક હબ છે, અને મોરબીમાં જમીનનો ભાવ ઊંચો છે ત્યારે તેમને પણ જમીનના વધુ ભાવ કઈ રીતે મળે તેની અમે, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓએ ગયા બુધવારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી અને ખેડૂતોને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ફાયદો થાય એ અનુસંધાને અમારા પ્રયત્નો ચાલુ જ છે અને ટૂંક સમયમાં અમારો નિર્ણય આવી જશે, મને વિશ્વાસ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.