બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 AM, 22 June 2026
અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાનમાં કથિત ગેરરીતિનો મામલો હવે વધુ ગંભીર બની રહ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 150 પાનાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યોગી સરકારે 13 જૂને પ્રસાદ અને દાનના દુરુપયોગના આરોપો બાદ SITની રચના કરી હતી. તપાસ દરમિયાન SITએ મંદિર પરિસર તેમજ આરોપીઓના નિવાસસ્થાનોનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે 6 દિવસ સુધી સતત તપાસ ચલાવી હતી અને આશરે 150 લોકોની પૂછપરછ કરી હતી. સૂત્રો મુજબ તપાસ દરમિયાન 2 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ રિકવર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
રવિવારે SITએ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અધિકારીઓને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અયોધ્યા ન છોડવા માટે સૂચના આપી હતી. પ્રાથમિક તપાસમાં ભગવાન રામને અર્પણ કરાયેલા સોના, ચાંદીના દાગીના, હીરા તથા અન્ય કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં કથિત વિસંગતતાઓ સામે આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન કુંભ મેળાના સમયગાળાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તે સમયે દરરોજ આશરે 10 લાખ ભક્તો રામ મંદિરના દર્શન માટે આવતા હતા અને દાનપેટીઓ થોડા કલાકોમાં જ ભરાઈ જતી હતી. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા બજાર ભાવ કરતાં 500થી 800 ટકા વધુ કિંમતે આશરે 71 એકર જમીન ખરીદવામાં આવી હોવાના આરોપો પણ તપાસના કેન્દ્રમાં છે.
ADVERTISEMENT
SITની તપાસ હેઠળ ચાર મોટા નામોની ચર્ચા થઈ રહી છે. તેમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, તેમના નજીકના સહયોગી રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ કુમાર મિશ્રા અને ખાસ આમંત્રિત સભ્ય ગોપાલ રાવનો સમાવેશ થાય છે. ચારેય વ્યક્તિઓની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે તમામ લોકોએ પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

ADVERTISEMENT
તપાસ દરમિયાન અનેક કિંમતી દાનની વસ્તુઓ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. તેમાં 200 કિલો ચાંદીની ઈંટો, 60 કિલો ચાંદીના પથ્થરો, હીરા જડિત ગળાનો હાર, સોનાની ચરણ પાદુકા તેમજ અન્ય કિંમતી આભૂષણોનો સમાવેશ થાય છે. કેટલીક વસ્તુઓના રેકોર્ડ અને વાસ્તવિક ઉપલબ્ધતા વચ્ચે તફાવત હોવાના દાવાઓ સામે આવ્યા છે. દાનપેટીઓમાંથી રોકડ રકમના કથિત દુરુપયોગનો મુદ્દો પણ તપાસ હેઠળ છે. વિવિધ રાજકીય પક્ષોએ કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપો લગાવ્યા છે. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ અને સંબંધિત સ્થળોથી મોટી રકમ મળ્યાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ડોભાલ સામે ચીનની કસોટી! BRICS બેઠકમાં વાંગ યીની મુલાકાત પર સૌની નજર
આ સમગ્ર ઘટનાક્રમ બાદ રામ મંદિરની દાન વ્યવસ્થામાં મોટા ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે. તિરુપતિ બાલાજી મંદિરની જેમ વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે. દાનપેટીઓની સુરક્ષા, રોકડ ગણતરીની પ્રક્રિયા અને CCTV દેખરેખને વધુ મજબૂત બનાવવાના સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. હાલ SITનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલો મુજબ ટીનુ યાદવ સહિત અનેક લોકો સામે FIR નોંધાઈ શકે છે. મંદિર અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા આશરે 25 લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ટ્રસ્ટના વહીવટી માળખામાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. આગામી દિવસોમાં SITની અંતિમ તપાસ અને સરકારના નિર્ણય પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.