બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાનીના ઘરેથી 12 વર્ષની કિશોરીને ભગાડી, નરાધમ સામે પોલીસ ફરિયાદ દાખલ

મહેસાણા / નાનીના ઘરેથી 12 વર્ષની કિશોરીને ભગાડી, નરાધમ સામે પોલીસ ફરિયાદ દાખલ

Nidhi Panchal

Last Updated: 09:49 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોની સુરક્ષા અંગે સતત જાગૃત રહેવાની જરૂરિયાત વચ્ચે મહેસાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશ્વાસ અને ઓળખાણનો લાભ ઉઠાવી સગીર કિશોરીઓને ભોળવવાના બનાવો વધતા જતા હોવાની વચ્ચે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

આજના સમયમાં બાળકોની સુરક્ષા માતા-પિતા માટે સૌથી મોટી ચિંતા બની ગઈ છે. વારંવાર એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સગીર બાળકોને ભોળવી, લલચાવી કે ફોસલાવીને તેમની સાથે ગંભીર ગુનાઓ આચરવામાં આવે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મહેસાણામાં સામે આવી છે

na-balik-mehesana

લલચાવી ફોસલાવી ભગાડી જવાનો ગંભીર બનાવ

મહેસાણા શહેરમાં સગીર કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી જવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ 12 વર્ષ 11 મહિનાની એક કિશોરી, જે પોતાની નાનીના ઘરે રહીને અભ્યાસ કરતી હતી, તેને ભોળવી અને લલચાવીને ભગાડી જવામાં આવી હોવાનો આરોપ છે.

ભીખાજી ઠાકોર નામના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપ

ઘટના મહેસાણાના દેદીયાસણ ગામ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. આ મામલે દેદીયાસણ ગામના રહેવાસી ભવાનજી ભીખાજી ઠાકોર નામના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કિશોરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી અને નાનીના ઘરે રહીને પોતાનું શિક્ષણ મેળવી રહી હતી. પરિવારના જણાવ્યા અનુસાર આરોપીએ કિશોરીને ભોળવી, લલચાવી અને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ભવાનજી ભીખાજી ઠાકોર કિશોરીની નાની રહેતા ફ્લેટની નજીક નવા બની રહેલા ફ્લેટમાં કામ કરતો હતો. તે ત્યાં પાણી છાંટવાનું કામ કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન તેનો કિશોરી સાથે સંપર્ક થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારનો આરોપ છે કે આ ઓળખાણનો લાભ ઉઠાવી આરોપીએ કિશોરીને પોતાના પ્રભાવમાં લીધી અને ત્યારબાદ તેને ભગાડી ગયો.

પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ

ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે કિશોરીનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનોના નિવેદન અને ઉપલબ્ધ માહિતીના આધારે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે ભવાનજી ભીખાજી ઠાકોર સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિશોરીને શોધવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ડૉન અબ્દુલ લતીફના શાર્પ શૂટર તસ્લીમને અમદાવાદ પોલીસે દબોચ્યો, દાઉદ સાથે કનેક્શન, સાંસદની કરી હતી હત્યા

પોલીસ હાલમાં આરોપીની હિલચાલ, સંપર્કો અને સંભવિત સ્થળોની માહિતી એકત્ર કરી રહી છે. સાથે જ કિશોરીને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. સગીર બાળકો અને કિશોરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ દ્વારા લોકોને પોતાના બાળકો પર સતત નજર રાખવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Crime Mehsana Crime News Minor Girl Abduction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ