બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / સુરતમાં રાજ પટેલે વાઈફ સ્વેપિંગ કાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ? થયો ખુલાસો
Last Updated: 01:53 PM, 19 June 2026
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બનેલા પાર્ટનર સ્વેપિંગ મામલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રાજ પટેલે મહત્વના ખુલાસા કર્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજ પટેલ સોશિયલ મીડિયા પર આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલો તેમના મિત્ર ગૃપમાં બનેલી એક ઘટનાથી શરૂ થયો હતો. ત્યારબાદ તેમણે આ મુદ્દાને સોશિયલ મીડિયા મારફતે લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
VTV News સાથેની વાતચીત દરમિયાન રાજ પટેલે જણાવ્યું હતું કે કેટલાક કપલ રિસોર્ટ અથવા અન્ય સ્થળોએ ફરવા જવાના બહાને ભેગા થાય છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં પાંચ કે તેથી વધુ કપલ સામેલ હોય છે. રાજ પટેલના જણાવ્યા મુજબ, કેટલાક લોકો એકબીજાની જાણ વગર સંબંધો બનાવતા હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે પાર્ટનર સ્વેપિંગ જેવી પ્રવૃત્તિ તરફ આગળ વધે છે. તેમણે દાવો કર્યો કે આવી પ્રવૃત્તિ આપણી સંસ્કૃતિ માટે યોગ્ય નથી અને આ કારણસર તેમણે આ મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉજાગર કર્યો હતો.
સુરતમાં કપલ સ્વેપિંગનો કાંડ બહાર લાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલે શું ખુલાસો કર્યો #Surat #RajPatel #SpecialReport #Gujarat #VTVDigital pic.twitter.com/kSav3ydpkz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
ADVERTISEMENT
રાજ પટેલે વધુમાં જણાવ્યું કે આ મુદ્દો સોશિયલ મીડિયા પર લાવ્યા બાદ અનેક મહિલાઓએ તેમને મેસેજ કરીને પોતાના અનુભવો જણાવ્યા હતા. ઘણી મહિલાઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે તેની માહિતી આપી હતી. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ આ પ્રકારની પ્રવૃત્તિ સ્વીકારતી નથી, પરંતુ તેમના પર પરિવાર અથવા પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાના દાવા પણ સામે આવ્યા છે. રાજ પટેલે સરકારને આવી પ્રવૃત્તિઓ રોકવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. તેમણે સંદેશ આપ્યો કે જો કોઈ મહિલા આ પ્રકારની પ્રવૃત્તિની પીડિત હોય અને પોતાની વાત બહાર લાવવા માંગતી હોય તો તેઓ તેની મદદ કરવા તૈયાર છે.
ADVERTISEMENT
આ દરમિયાન રાજકોટની એક મહિલાએ VTV News સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી. મહિલાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્નજીવન શરૂ થયાના માત્ર ત્રણ મહિનામાં જ તેને એવી બાબતોની જાણ થઈ હતી, જેણે તેના જીવન પર ગંભીર અસર કરી હતી.
ADVERTISEMENT
તો શું કપલ સ્વેપિંગની સાથે-સાથે બોયફેન્ડ-ગર્લફ્રેન્ડ પણ... ? મહિલાનો મોટો ઘટસ્ફોટ#Surat #suratpolice #Gujarat #Exclusive #VTVDigital pic.twitter.com/vnuWaqN7SO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
ADVERTISEMENT
ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે તેના પતિ તેને પાર્ટનર સ્વેપિંગ જેવી પ્રવૃત્તિમાં સામેલ કરવા માંગતા હતા. જોકે તેણે શરૂઆતથી જ તેનો વિરોધ કર્યો હતો અને તેમાં જોડાવા માટે સ્પષ્ટ ના પાડી હતી. મહિલાના જણાવ્યા અનુસાર, તેના પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ પ્રવૃત્તિમાં લોકોને "એન્જોયમેન્ટ" અને "પૈસા" બંને મળે છે. મહિલાના કહેવા મુજબ, તેના પતિએ જણાવ્યું હતું કે આ નેટવર્કમાં વિવિધ આર્થિક સ્તરના લોકો સામેલ છે. તેમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકો પણ જોડાયેલા છે અને સારા આર્થિક રીતે સક્ષમ લોકો પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લે છે.
ભોગ બનનાર મહિલાએ VTV ન્યુઝ સામે કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો પાર્ટનર સ્વેપિંગમાં મુખ્ય સૂત્રધાર કોણ ? #Surat #suratpolice #Gujarat #Exclusive #VTVDigital pic.twitter.com/jt8kFh7bYP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
મહિલાના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત સોશિયલ મીડિયા મારફતે થાય છે. સૌપ્રથમ લોકો સોશિયલ મીડિયા પર ખાસ ID બનાવીને એકબીજાનો સંપર્ક કરે છે. ત્યારબાદ સામેવાળી વ્યક્તિ ખરેખર કપલ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે. ઓળખ અને વિશ્વાસ કેળવ્યા બાદ વ્યક્તિગત મુલાકાતો યોજવામાં આવે છે અને પછી હોટલમાં રૂમ બુક કરીને મળવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
મહિલાના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર નેટવર્કમાં અંદાજે 15થી 20 લોકો સક્રિય રીતે જોડાયેલા હોવાનું તેને જાણવા મળ્યું હતું. તેણે દાવો કર્યો કે આ પ્રવૃત્તિ કોઈ એક વિસ્તાર કે વર્ગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો તેમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો હવે માત્ર એક વ્યક્તિ કે એક પરિવાર પૂરતો મર્યાદિત રહ્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે કેટલાક લોકો શંકાસ્પદ અને જોખમી નેટવર્ક ઉભા કરે છે તે અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.