ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / "મને પાર્ટનર સ્વેપિંગમાં સામેલ કરવા દબાણ કરાયું" સુરત પાર્ટનર સ્વેપિંગ કાંડમાં ભોગ બનનાર મહિલાનો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત / "મને પાર્ટનર સ્વેપિંગમાં સામેલ કરવા દબાણ કરાયું" સુરત પાર્ટનર સ્વેપિંગ કાંડમાં ભોગ બનનાર મહિલાનો ચોંકાવનારો ખુલાસો

Published By: Nidhi Panchal

Last Updated: 10:12 AM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના માત્ર ત્રણ મહિના... અને એક મહિલાની દુનિયા જાણે પળવારમાં તૂટી પડી. જે વ્યક્તિ સાથે આખી જિંદગી પસાર કરવાના સપના જોયા હતા, એ જ વ્યક્તિએ તેની સામે એવી હકીકત મૂકી કે જેના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સંબંધોના નામે ચાલતા એક એવા રહસ્યમય ખેલનો પડદાફાશ થયો, જેના વિશે સાંભળીને કોઈ પણ ચોંકી જાય.

ADVERTISEMENT

"મારા લગ્ન 2022માં થયા હતા. લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ મને ખબર પડી કે મારા પતિ મને એવી પ્રવૃત્તિમાં સામેલ કરવા માંગે છે, જે મારા માટે સ્વીકાર્ય નહોતી." રાજકોટની આ મહિલાના શબ્દોમાં આજે પણ એ પીડા સ્પષ્ટ દેખાય છે. મહિલાના જણાવ્યા મુજબ, તેના પતિએ તેને પાર્ટનર સ્વેપિંગમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે આમાં "ઇન્જોયમેન્ટ" અને "પૈસા" બંને મળે છે. પરંતુ જ્યારે મહિલાએ આ વાતનો વિરોધ કર્યો, ત્યારે તેની સામે એક એવા નેટવર્કની હકીકતો આવવા લાગી, જેણે તેના લગ્નજીવન અને વિશ્વાસને હચમચાવી નાખ્યો.

Crime-simple

સમ્રગ ઘટનાની વિગત

સમ્રગ ઘટનાની વાત કરીએ તો સુરતમાં ચર્ચાનો વિષય બનેલા પાર્ટનર સ્વેપિંગ મામલે હવે રાજકોટની એક મહિલાએ VTV News સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે. મહિલાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્નજીવન શરૂ થયાના માત્ર ત્રણ મહિનામાં જ તેને એવી હકીકતો જાણવા મળી હતી, જેણે તેના જીવનને સંપૂર્ણપણે બદલાવી નાખ્યું.

ભોગ બનનાર મહિલાનું નિવેદન

ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે તેના પતિ તેને પાર્ટનર સ્વેપિંગ જેવી પ્રવૃત્તિમાં સામેલ કરવા માંગતા હતા. જોકે, તેણે શરૂઆતથી જ આ પ્રકારની બાબતોનો વિરોધ કર્યો હતો અને તેમાં જોડાવા માટે સ્પષ્ટ ના પાડી હતી. મહિલાના જણાવ્યા મુજબ, તેના પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ પ્રવૃત્તિમાં "એન્જોયમેન્ટ" અને "પૈસા" બંને મળે છે. મહિલાના કહેવા મુજબ, પતિએ તેને જણાવ્યું હતું કે આ નેટવર્કમાં નાના-મોટા, વિવિધ આર્થિક સ્તરના લોકો જોડાયેલા છે. જેમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકો પણ સામેલ છે અને સારા આર્થિક રીતે સક્ષમ લોકો પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લે છે.

social-media-logo

સમગ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા દ્વારા શરૂ

મહિલાના જણાવ્યા અનુસાર, સમગ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા દ્વારા શરૂ થાય છે. સૌથી પહેલા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ ID બનાવે છે. ત્યારબાદ એકબીજાની ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવા માટે ખાતરી કરવામાં આવે છે કે સામેવાળા ખરેખર કપલ છે કે નહીં. આ પ્રક્રિયા બાદ તેઓ વ્યક્તિગત રીતે મુલાકાત કરે છે અને ત્યાર પછી હોટલમાં રૂમ બુક કરીને મળવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર નેટવર્કમાં અંદાજે 15થી 20 લોકો સક્રિય રીતે જોડાયેલા હોવાનું તેને જાણવા મળ્યું હતું. તેણે દાવો કર્યો કે આ પ્રવૃત્તિ કોઈ એક વિસ્તાર કે વર્ગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો તેમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

માત્ર ત્રણ મહિનામાં જ તેને આ સમગ્ર બાબત અંગે જાણ થઇ

રાજકોટની આ મહિલાએ VTV News સમક્ષ પોતાની આપવિતી શેર કરતા જણાવ્યું કે લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ તેને આ સમગ્ર બાબત અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તેણે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે તેને આ બાબતો વિશે જાણ થઈ ત્યારે તે માનસિક રીતે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો : આગામી કલાકોમાં આણંદ સહિત આ 5 જિલ્લામાં ખાબકશે ધોધમાર વરસાદ

આ મામલો માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે કેટલાક લોકો શંકાસ્પદ અને જોખમી નેટવર્ક ઉભા કરે છે તે અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓને કરવી જોઈ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Gujarat Rajkot Woman Surat Partner Swapping

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ