ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / આગામી કલાકોમાં આણંદ સહિત આ 5 જિલ્લામાં ખાબકશે ધોધમાર વરસાદ
Last Updated: 11:10 PM, 18 June 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે આગામી કલાકોમાં રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT