ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / શાહિદ કપૂરની ફિલ્મે 2 દિવસમાં 50 કરોડની કમાણી કરી

Cocktail 2 Film / શાહિદ કપૂરની ફિલ્મે 2 દિવસમાં 50 કરોડની કમાણી કરી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:42 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cocktail 2 Box Office: શાહિદ કપૂરે છેલ્લા દાયકામાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. શરૂઆતમાં ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં અભિનય કર્યા પછી તેણે એક્શન ફિલ્મો દ્વારા પણ સફળતા મેળવી છે.

ADVERTISEMENT

Cocktail 2 Box Office Collection Day 2: શાહિદ કપૂરે છેલ્લા દાયકામાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. શરૂઆતમાં ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં અભિનય કર્યા પછી તેણે એક્શન ફિલ્મો દ્વારા પણ સફળતા મેળવી છે. હવે કોકટેલ 2 સાથે તે રોમેન્ટિક અભિનેતા તરીકે પાછો ફર્યો છે, જેની પ્રશંસા થઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ કોકટેલ 2 એ થિયેટરોમાં રિલીઝના બે દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મનું શાનદાર કલેક્શન જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂરની રોમેન્ટિક ફિલ્મો હંમેશા દર્શકોમાં હિટ રહી છે. આ ફિલ્મ સાથે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફિલ્મના કલેક્શન પર નજર કરીએ તો ઓપનિંગ ડે પર આ ફિલ્મની ધમાકેદાર શરૂઆત થઈ હતી, તેણે પહેલા દિવસે 13.50 કરોડ રૂપિયા કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે તેના કલેક્શનમાં વધારો કર્યો, ₹16.25 કરોડની કમાણી કરી છે.

સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર કોકટેલ 2 નું બે દિવસનું ચોખ્ખું કલેક્શન ₹29.75 કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 35.70 કરોડ સુધી પહોચી ગયુ છે. ફિલ્મએ ઓવરસીજ કલેક્શન મામલે શાનદાર પ્રદર્શન કર્યુ છે. અને બીજા દિવસે 8 કરકોડ રૂપિયા જમા કર્યા છે. આનાથી તેનું બે દિવસનું વિદેશ કલેક્શન ₹15.25 કરોડ થયું. ફિલ્મનું બે દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન ₹50.95 કરોડ થયું છે, જે સત્તાવાર આંકડા જાહેર થયા પછી વધુ સુધરવાની અપેક્ષા છે.

VTV ADD

આ પણ વાંચોઃ Yoga Day / અક્ષયથી લઈને શિલ્પા શેટ્ટી... એક્ટર્સએ કર્યા યોગ, સ્ટાર્સમાં ફિટનેસને લઇ જોવા મળ્યો જોશ

બજેટ નિકાળવા કકરવી પડશે આવી કમાણી

ફિલ્મનું બજેટ રિપોર્ટ્સ અનુસાર 150 કરોડ રુપિયા હોવાનો અંદાજ છે, જે બોલિવૂડની સરેરાશ ફિલ્મના મુકાબલે થોડું વધારે છે. આવી સ્થિતિમાં ફિલ્મને તેના પહેલા બે અઠવાડિયામાં નોંધપાત્ર આવક મેળવવાની જરૂર પડશે. સ્વાભાવિક રીતે ઉનાળાની રજાઓ સમાપ્ત થઈ રહી છે, જે તેની અઠવાડિયાના દિવસની કમાણી અને અન્ય ફિલ્મોની કમાણી પર અસર કરશે. તેથી આ સારુ કલેક્શન જાળવી રાખવું એ ફિલ્મ માટે એક પડકાર હશે. ફિલ્મ તેના પહેલા અઠવાડિયાના અંત સુધીમાં લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kriti Sanon Shahid Kapoor Rashmika Mandanna

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ