બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ક્રિકેટરનું અવસાન, બેટ-બોલ સાથે નીકળી અંતિમયાત્રા
Last Updated: 04:24 PM, 19 June 2026
અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી અને ભાવુક ઘટના સામે આવી છે. સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતા અને પોતાની બોલિંગ કળા માટે જાણીતા યુવાન રોહિતનું લાંબી બીમારી બાદ નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ADVERTISEMENT
રોહિતને ક્રિકેટ પ્રત્યે અદભુત લગાવ હતો. મેદાન પર તે પોતાની શાનદાર બોલિંગ અને રમત પ્રત્યેના સમર્પણ માટે ઓળખાતો હતો. તેની આ રમતપ્રેમી ઓળખને યાદગાર બનાવવા પરિવારજનો અને મિત્રોએ તેની અંતિમ યાત્રાને વિશેષ સ્વરૂપ આપ્યું હતું.

ADVERTISEMENT
અંતિમ યાત્રામાં ક્રિકેટનું બેટ અને બોલ પણ રાખવામાં આવ્યા
અંતિમ યાત્રા દરમિયાન રોહિતના પાર્થિવ દેહની સાથે ક્રિકેટનું બેટ અને બોલ પણ રાખવામાં આવ્યા હતા. આ દૃશ્ય જોઈને ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવાર અને મિત્રોના જણાવ્યા મુજબ, ક્રિકેટ રોહિતના જીવનનો અભિન્ન ભાગ હતો અને તેથી જ તેને તેની સૌથી પ્રિય વસ્તુઓ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ADVERTISEMENT

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જો઼ડાયા
ADVERTISEMENT
વિસ્તારના રહેવાસીઓ, મિત્રો અને ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. સૌએ ભારે હૃદયે પોતાના પ્રિય ખેલાડીને અંતિમ સલામી આપી હતી. રોહિતની આ અનોખી વિદાય માત્ર તેના ક્રિકેટપ્રેમને જ નહીં, પરંતુ રમત પ્રત્યેના તેના સમર્પણને પણ જીવંત રાખતી યાદ બની રહી છે.
આ પણ વાંચોઃ રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
ADVERTISEMENT
આ ઘટના એ દર્શાવે છે કે કોઈ વ્યક્તિનો પોતાના શોખ અને રમત પ્રત્યેનો પ્રેમ તેના જીવન બાદ પણ લોકોના હૃદયમાં અવિસ્મરણીય બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.