ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / શ્રદ્ધા કપૂરે ડાન્સ કરતા આપ્યો બાળકને જન્મ, જાણો 'ઈથા'ફિલ્મનો મૂવી રિવ્યૂ

મનોરંજન / શ્રદ્ધા કપૂરે ડાન્સ કરતા આપ્યો બાળકને જન્મ, જાણો 'ઈથા'ફિલ્મનો મૂવી રિવ્યૂ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:43 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Eetha Teaser Released : શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ "ઈથા" નું ટીઝર સામે આવી ગયું છે. ફિલ્મ "કોકટેલ 2" સાથે આ ટીઝર અટૈચ છે જેને જોયા બાદ શ્રદ્ધાના ચાહકો પ્રશંસા કરી રહ્યા છે. હવે ફક્ત સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

સૌથી વધુ પસંદીદા અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ "ઈથા" માં તેના અભિનયથી ચાહકોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ મહારાષ્ટ્રના પ્રખ્યાત તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 1940 થી 1990 ના દાયકા સુધીની કહાની બતાવશે. જેમાં તેની ખ્યાતિ અને તેના સંઘર્ષની સફરને વર્ણવવામાં આવી છે. ફિલ્મની પહેલી ઝલક રિલીઝ થઈ ગઈ છે.

આ બાયોપિકનું પહેલું ટીઝર 19 જૂને શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ "કોકટેલ 2" સાથે સિનેમાઘરોમાં પ્રીમિયર થયું. ફિલ્મનો પહેલો શો શરૂ થતાં જ દર્શકોને શ્રદ્ધાની આશ્ચર્યજનક અને નવી ઝલક જોવા મળી. ટીઝરમાં તે લાવણી નૃત્યાંગના તરીકે સુંદર લાગી રહી હતી.

'ઈથા'નું ટીઝર

'ઈથા'નું ટીઝર મશહૂર લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક દર્શાવે છે. શ્રદ્ધા કપૂર પહેલા જ દ્રશ્યથી પાત્રને સંપૂર્ણ રીતે મૂર્તિમંત કરે છે, આ જાણીતા કલાકારની શક્તિ અને હિંમતનું સંપૂર્ણ રીતે ચિત્રણ કરે છે. ટીઝરમાં વિઠાબાઈ ભારે ગર્ભવતી હોવા છતાં સંપૂર્ણ જોશ અને લગન સાથે સ્ટેજ પર પ્રદર્શન કરતી બતાવે છે.

પરફોર્મસ દરમિયાન બાળકને જન્મ આપ્યો

ટીઝરમાં એક પરફોર્મેસ દરમિયાન તેને ખ્યાલ આવે છે કે તે બાળકને જન્મ આપવાની છે. શો અધવચ્ચે ન છોડવાનો નિર્ધાર કરીને તે શાંત રહે છે અને પાછળ સ્ટેજ પર જાય છે, જ્યાં તે બાળકને જન્મ આપે છે. હિંમતનું એક અદ્ભુત ઉદાહરણ દર્શાવતા વિઠાબાઈ પથ્થરથી ગર્ભનાળ કાપી નાખે છે અને પોતાનું પરફોર્મસ પૂર્ણ કરવા માટે સ્ટેજ પર પાછી ફરે છે. તેની હિંમત અને સમર્પણ પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરે છે, જેનાથી તેને લોકોની તારીફ અને તાળીઓ મળે છે.

VTV ADD

આ પણ વાંચોઃ મનોરંજન / પર્સનાલિટી રાઇટ્સને લઇ Preity Zintaને મોટી રાહત, ગૂગલ અને મેટા પર કેસ કરવાની મળી મંજૂરી

'ઈથા' ના કલાકારો અને રિલીઝ તારીખ

શ્રદ્ધા ઉપરાંત 'ઈથા'માં રણદીપ હુડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 28 ઓગસ્ટ 2026 ના રિલીઝ થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shraddha Kapoor Bollywood News Eetha Teaser

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ