બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પૈસા હાથવગા રાખજો! JIO કંપનીના IPOને મળી મંજૂરી, AGMમાં મુકેશ અંબાણીનું મોટું એલાન

બિઝનેસ / પૈસા હાથવગા રાખજો! JIO કંપનીના IPOને મળી મંજૂરી, AGMમાં મુકેશ અંબાણીનું મોટું એલાન

Nidhi Panchal

Last Updated: 03:18 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કોર્પોરેટ અને શેરબજાર ક્ષેત્રમાં આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે Jio Platformsના પ્રસ્તાવિત IPOને મંજૂરી આપતાં હવે રોકાણકારોની નજર આગામી પ્રક્રિયા અને બજારના પ્રતિસાદ પર કેન્દ્રિત થઈ છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન જાહેરાત કરી હતી કે કંપનીના બોર્ડે Jio Platformsના પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને મંજૂરી આપી દીધી છે. Jio IPO અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને હવે કંપની તરફથી સત્તાવાર જાહેરાત થતાં આ પ્રક્રિયા આગળ વધી છે.

jio-image

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ DRHPને મંજૂરી આપી

મુકેશ અંબાણીએ AGM દરમિયાન જણાવ્યું હતું કે Jio Platformsના બોર્ડે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ DRHPને મંજૂરી આપી દીધી છે અને તે આજે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ફાઇલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ક્ષણ તેમના માટે, સમગ્ર રિલાયન્સ પરિવાર માટે અને લાખો શેરધારકો માટે ભાવનાત્મક છે. તેમણે જણાવ્યું કે રિલાયન્સ અને તેના શેરધારકો વચ્ચેનો સંબંધ વિશ્વાસ, આદર અને સહિયારી વૃદ્ધિના આધાર પર ઉભો થયો છે.

મુકેશ અંબાણીએ AI અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા

AGM દરમિયાન મુકેશ અંબાણીએ AI અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત માત્ર અન્ય દેશોમાં વિકસિત AI ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ બની રહે તે યોગ્ય નથી. તેમના મતે ભારતે AI ક્ષેત્રમાં સર્જક, અપનાવનાર અને વૈશ્વિક નેતા તરીકે આગળ વધવું જોઈએ. મુકેશ અંબાણીએ જણાવ્યું કે Jio ક્રાંતિ હજારો યુવા ભારતીય ઇજનેરોની મહેનત, સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

IPO-SIMPLE

19 જૂન, 2026ના રોજ તેના પ્રસ્તાવિત IPO માટે DRHPને મંજૂરી આપી

કંપની દ્વારા કરવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, Jio Platforms Limited (JPL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 19 જૂન, 2026ના રોજ તેના પ્રસ્તાવિત IPO માટે DRHPને મંજૂરી આપી છે. IPO અંતર્ગત રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 27,00,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યૂની યોજના છે. ઇશ્યૂની અંતિમ કિંમત સેબીના નિયમો અનુસાર 'બુક બિલ્ડિંગ પ્રક્રિયા' દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : ચાંદી ₹8899 થઈ સસ્તી, સોનાનો ભાવ ₹5350 ઘટ્યો, ખરીદવું કે રોકાવું?

National Stock Exchange (NSE) સમક્ષ પણ ફાઇલ કરવામાં આવશે

કંપનીએ જણાવ્યું છે કે DRHPને SEBI ઉપરાંત BSE Limited અને National Stock Exchange (NSE) સમક્ષ પણ ફાઇલ કરવામાં આવશે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે IPOની પ્રક્રિયા આગળ વધતાં તેના કદ, મૂલ્યાંકન અને રોકાણકારોના પ્રતિસાદ અંગે વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં કંપનીએ IPOને લઈને પ્રાથમિક મંજૂરી અને ફાઇલિંગ પ્રક્રિયા અંગે માહિતી જાહેર કરી છે, જ્યારે આગામી તબક્કામાં નિયમનકારી મંજૂરીઓ અને અન્ય વિગતો સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Jio IPO Reliance Industries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ