બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસું કેમ અટવાયું? શું કામ નથી વધતું આગળ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:48 PM, 19 June 2026
1/7
2/7
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકસાથે પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે. અરબી સમુદ્રમાંથી પૂરતી ભેજવાળી પવનો મળી રહી નથી, જ્યારે દક્ષિણ ભારતમાંથી ઊભા થતા વાદળો પણ ઉત્તર દિશામાં આગળ વધી શકતા નથી. આ કારણે ચોમાસાને જરૂરી ઊર્જા અને ભેજ મળી રહી નથી.
3/7
અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના તાજેતરના ઉપગ્રહ આધારિત વિશ્લેષણ મુજબ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન (ITCZ) સામાન્ય ગતિએ સક્રિય થયો નથી. સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં આ પટ્ટો ઉત્તર તરફ ખસે છે અને ભારતીય ઉપખંડમાં ભેજ ખેંચવામાં મદદ કરે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે અલ નીનો જેવી પરિસ્થિતિઓ વિકસી રહી છે, જેના કારણે લાંબા ગાળે દુષ્કાળ, અસમાન વરસાદ અને ખેતી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ઉપગ્રહ ચિત્રોમાં પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેની હવામાન પ્રવૃત્તિ દેખાઈ રહી છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વાદળોની ઘનતા હજુ ઓછી છે.
4/7
5/7
6/7
બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે. બિહારના કેટલાક વિસ્તારોમાં 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
7/7
સિક્કિમ, ઉત્તર બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ સાથે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ