બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિલિન્ડર ગોડાઉનમાં આગ લાગતાં 2 લોકો દાઝ્યા, 5 વાહનો ખાખ, અમદાવાદના ગીતા મંદિર પાસે નાસભાગ
Last Updated: 06:25 PM, 19 June 2026
અમદાવાદના ગીતા મંદિર વિસ્તાર નજીક આવેલી એક કોમર્શિયલ ગેસ સિલિન્ડર એજન્સીમાં શુક્રવારે અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આગની ઘટનામાં 2 લોકો ગંભીરરીતે દાઝ્યા
મળતી માહિતી મુજબ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની એજન્સીમાં થયેલા જોરદાર બ્લાસ્ટ બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
5 વાહનો આગમાં બળીને ખાખ
આગ એટલી વિકરાળ હતી કે આસપાસ પાર્ક કરાયેલા પાંચ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી
હાલમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટને કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં પાણી ભરાયેલા સ્થળોએ નહીં લાગે લાઈટનો કરન્ટ, AMCએ નવો પ્રયોગ શરુ કર્યો
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રશાસન દ્વારા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.