બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટાઉદેપુર-રાજપીપળા-ભાવનગરમાં વરસાદ, ખેડૂતોએ ડાંગર,મકાઈ,તુવાર સહિતના પાકનું વાવેતર કર્યું

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત વરસાદ / છોટાઉદેપુર-રાજપીપળા-ભાવનગરમાં વરસાદ, ખેડૂતોએ ડાંગર,મકાઈ,તુવાર સહિતના પાકનું વાવેતર કર્યું

Last Updated: 07:11 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

છોટાઉદેપુરમાં સતત 2 દિવસના વરસાદ બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

1/5

photoStories-logo

1. સતત 2 દિવસથી વરસતા વરસાાદને લઈ ખેડૂતોમાં ખુશી

છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી થયેલા સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પૂરતી ભેજ ઉપલબ્ધ થતાં ખેડૂતો દ્વારા વાવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાલેજ સહિત જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોએ ડાંગર, મકાઈ, તુવાર સહિતના વિવિધ પાકોના વાવેતરની શરૂઆત કરી છે. સમયસર વરસાદ મળતા આ વર્ષની ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સતત વરસતા વરસાદથી કૃષિ કાર્યને ગતિ મળતાં ખેડૂતોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નર્મદાના રાજપીપળામાં વરસાદની એન્ટ્રી

નર્મદા જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજપીપળા, તિલકવાડા અને ગરુડેશ્વર વિસ્તારમાં પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. વરસાદના આગમનથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતોમાં ઉત્સાહ છવાયો છે, કારણ કે વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળશે અને આગામી વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં વરસાદી માહોલથી પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભાવનગર શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં અચાનક જ મોટો પલટો જોવા મળ્યો. દિવસ દરમિયાન ઉકળાટભરી ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા, પરંતુ સાંજ પડતાં જ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો સાથે વરસાદ શરૂ થયો. શહેરના ભગવતી સર્કલ, કાળીયાબીડ, લીલા સર્કલ, પાનવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના આગમનથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમી તથા બફારાથી મોટી રાહત મળી. વરસાદી માહોલને કારણે શહેરજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગઢડા તાલુકાના ઢસા, જલાલપુર ગામમાં વરસાદ

બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગઢડા તાલુકાના ઢસા અને જલાલપુર સહિત માંડવા, વિકળિયા તથા આસપાસના ગામોમાં વરસાદ નોંધાતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ખેતીના કામકાજ અને પાક માટે આ વરસાદ લાભદાયી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી જતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અમરેલી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી

અમરેલી જિલ્લામાં ચોમાસાનું આગમન થતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બાઢડા, ખડસલી, રામગઢ અને જાબાળ સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી તથા ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખેતીની તૈયારીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Chhota Udepur Amreli Chhota Udepur rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ