બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામખંભાળિયાઃ 3 શખ્સની ધરપકડ, 1 કરોડની એમ્બરગ્રીસ, કસ્તૂરી અને સિંહના નખ જપ્ત
Last Updated: 05:37 PM, 19 June 2026
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આજરોજ અલગ અલગ બે બનાવમાં 3 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ત્રણમાંથી બે શખ્સ પાસેથી એમ્બરગ્રીસ મળી આવી હતી જ્યારે અન્ય એક શખ્સ પાસેથી કસ્તૂરી અને સિંહના 2 નખ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ એટલે કે માછલીની ઊલ્ટી અમુલ્ય માનવામાં આવે છે, તેની કિંમત કરોડોમાં હોય છે, જેથી આડે રસ્તે કરોડપતિ બનવાનું સપનું સેવતા નરાધમો વ્હાલ માછલીની ઊલ્ટીની હેરાફેરી કરવાના ધંધામાં ઝંપલાવતા હોય છે.
પકડાયેલા આ બે શખ્સો પાસેથી 1 કિલો 65 ગ્રામ જેટલી વ્હેલ માછલીની ઊલ્ટી મળી આવી છે. જ્યારે અન્ય એક શક્સ પાસેથી કસ્તુરી અને સિંહના 2 નખ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલ્ટી)ની કિંમત 1 કરોડ 6 લાખ 50 હજાર હોવાનો અંદાજ, કસ્તૂરી અને સિંહના નખની કિંમત 1 લાખ 20 હજાર હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- સુરતમાં આત્મહત્યા કરનારી પરિણીતાનો મૃતદેહ સ્વીકારવા પિયર-સાસરિયાંનો ઈન્કાર
દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવના અંગોના ગેરકાયદે વેપાર કરતા આ ત્રણેય શખ્સોની અટકાયત કરી દેવભૂમિ દ્વારકા એસઓજીએ તમામને સલાયા વનવિભાગની ટીમને હવાલે કર્યા છે. વન વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મળેલ એમ્બરગ્રીસને FSL માટે મોકલવામાં આવશે અને વ્હેલ માછલીની ઊલ્ટી ઓરિજનલ નીકળશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.