બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરીવાળા માટે મોટી ખબર, ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ

તમારા કામનું / સરકારી નોકરીવાળા માટે મોટી ખબર, ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ

Bijal Vyas

Last Updated: 01:18 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુઇટીનો ફાયદો આપવામાં આવે છે. જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય છે, તો તેમના પરિવારને નિર્ધારિત દરે ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર છે.

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુઇટીનો ફાયદો આપવામાં આવે છે. જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય છે, તો તેમના પરિવારને નિર્ધારિત દરે ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર છે. 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણ પહેલા, વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનોએ ગ્રેચ્યુઇટી નિયમોમાં નોંધપાત્ર ફેરફારોની માંગ કરી છે. એક મિન્ટ રિપોર્ટ સૂચવે છે કે, આ બદલાવોમાં ગ્રેચ્યુઇટીની લીમિટ વધારવી, ગણતરી પદ્ધતિમાં સુધારો કરવો અને કર્મચારીના મૃત્યુના કિસ્સામાં થવા પર મળવાનો ફાયદો સામેલ છે.

ગ્રેચ્યુઇટીમાં હાજર નિયમ શું છે?

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ થવા પર ગ્રેચ્યુઇટી લાભ મેળવવા માટે હકદાર છે. જો કોઈ સરકારી કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે, તો તેમના પરિવારને સરકારી નિયમો અનુસાર ગ્રેચ્યુઇટી ચુકવણી મળે છે. આવો આપણે વર્તમાન નિયમો અને ગણતરીની પદ્ધતિ સમજીએ.

  • રિટાયરમેન્ટ -કમ-ડેથ ગ્રેચ્યુઇટી (કર્મચારીને રિટાયર થવાના સમયે અથવા તેમના પરિવારને તેમના ડેથ સમયે મળતી રકમ) = દરેક પૂર્ણ છ મહિનાની સેવા માટે (બેઝિક પે + મોંઘવારી ભથ્થું/DA) ના ચોથો ભાગ.
  • ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીના પગાર (બેઝિક પે + મોંઘવારી ભથ્થું) ના 16.5 ગણી અથવા મહત્તમ 25 લાખ રુપિયા છે.
8th Pay Commission (8)

કર્મચારી સંગઠનોને શું પ્રસ્તાવ આપવામાં આવ્યા છે?

સૌથી પહેલા ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRSTA) દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવ પર નજર કરીએ:

  • મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 50 લાખ રુપિયા કરવી,
  • ગણતરી નીચે મુજબ છે: ગ્રેચ્યુઇટી = (1/3) x (મૂળભૂત પગાર + મોંઘવારી ભથ્થું) × (કર્મચારી દ્વારા પૂર્ણ કરાયેલ 6-મહિનાના સેવા સમયગાળાની કુલ સંખ્યા).

ભારતીય રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, "રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટીની ગણતરી દર છ મહિનાના સમયગાળાના આધારે માસિક પગારના ત્રીજા ભાગ અને રિટાયરમેન્ટની તારીખે મેળવેલા મોંઘવારી ભથ્થાના દરે થવી જોઈએ. 33 વર્ષ કે તેથી વધુ સમયની જરૂરી સેવા માટે, ચૂકવવાપાત્ર રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી માસિક પગાર અને મોંઘવારી ભથ્થાના 32 ગણી હોવી જોઈએ. આ માટેની મહત્તમ મર્યાદા 50 લાખ રુપિયા હોવી જોઈએ."

રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને ડેથ ગ્રેચ્યુઇટી અંગે કયો પ્રસ્તાવ રજૂ કર્યો છે?

રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ડેથ ગ્રેચ્યુઇટીની રકમ, જે હાલમાં 50 લાખ રુપિયા સુધી મર્યાદિત છે, તે કર્મચારીના કુલ લાયકાત ધરાવતા સેવા સમયગાળા પર આધારિત હોવી જોઈએ, જે નીચે મુજબ છે:

  • એક વર્ષથી ઓછું: મૂળ પગારના 4 ગણું
  • એક વર્ષ કે તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછું: મૂળ પગારના 12 ગણું
  • 5 વર્ષ કે તેથી વધુ પરંતુ 11 વર્ષથી ઓછું: મૂળ પગારના 24 ગણું
  • 11 વર્ષ કે તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછું: મૂળ પગારના 30 ગણું
  • 20 વર્ષ કે તેથી વધુ: પાત્ર સેવાના દરેક પૂર્ણ 6-મહિનાના સમયગાળા માટે મહેનતાણુંનો અડધો ભાગ, મહત્તમ 50 ગણું મહેનતાણું.
8th Pay Commission (6)

રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ(RSCWS) દ્વારા ગ્રેચ્યુઇટી પ્રસ્તાવ

  • રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ(RSCWS) એ ગ્રેચ્યુઇટી માટેની મહત્તમ મર્યાદામાં સમયાંતરે સુધારો કરવાની માંગ કરી છે.
  • સંગઠને પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, "વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદાની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ. કર્મચારીની નિવૃત્તિ પછી કોઈપણ વિલંબ વિના ગ્રેચ્યુઇટીની ચુકવણી તરત જ કરવી જોઈએ. આ સાથે જૂની પેન્શન યોજના (OPS), નવી પેન્શન યોજના (NPS) અને યુનિફાઇડ પેન્શન યોજના (UPS) હેઠળ ગ્રેચ્યુઇટીની જોગવાઈઓને તર્કસંગત બનાવવી જોઈએ."

આ પણ વાંચોઃ GSSSB દ્વારા કુલ 377 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની રીત તથા છેલ્લી તારીખ

ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની માંગ

બીજી કર્મચારી સંસ્થા NC-JCM (નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી) એ તેની મુખ્ય માંગણીઓમાં મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની અને ગણતરી 30 દિવસને બદલે દર મહિને 25 કાર્યકારી દિવસો પર આધારિત કરવાની માંગનો સમાવેશ કર્યો છે. NC-JCM એ એવી સંસ્થા છે જે 8મા પગાર પંચ સમક્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓની માંગણીઓ રજૂ કરે છે.

NC-JCM (સ્ટાફ સાઇડ) પગારના 16.5 ગણા પગારની હાલની મર્યાદાને દૂર કરવાની પણ માંગ કરે છે. આ મર્યાદા 33 વર્ષથી વધુ સમયથી સેવા આપતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gratuity limit rs 75 lakh death benefits rule change 8th pay commission
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ