ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / જયંત પંડ્યાને પરેશ ગોસ્વામીની ચીમકી, ફરી અંબાલાલ કાકા પર ટિપ્પણી થઇ તો સાંખી નહીં લેવાય

ગુજરાત / જયંત પંડ્યાને પરેશ ગોસ્વામીની ચીમકી, ફરી અંબાલાલ કાકા પર ટિપ્પણી થઇ તો સાંખી નહીં લેવાય

Published By: Kalpesh Kandoria

Last Updated: 01:29 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવ્યા બાદ આગાહીકાર પરેશ ગોસ્વામીએ તીખી પ્રતિક્રિયા આપી છે અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકી છે.

ADVERTISEMENT

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ કાકા સહિત જૂનાગઢના 47 આગાહીકારો પર પ્રહાર કર્યો હતો. જયંત પંડ્યાએ અંબાલાલ પર પ્રહાર કરતા તેઓ બકવાસ કરતા હોવાનો અને તેમની આગાહીઓ તદ્દન ખોટીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો.

હવે આગાહીકાર પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યાનું નામ લીધા વિના પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે, તેમણે વિજ્ઞાન જાથાને પણ ચેલેન્જ ફેંકવાની વાત કરી હતી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 'વિજ્ઞાન જાથાના એક વ્યક્તિએ ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય તેવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યા છે. અંબાલાલ કાકા છે તેએ આ વ્યક્તિની પિતાની ઉંમરના છે, છતાં પણ તેમની સાથે તોછડાઈ સાથે વાત કરી તેમની સાથે જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતાભર્યું વર્તન છે. '

આગળ પરેશ ગોસ્વામી બોલે છે- અંબાલાલ કાકા જે આગાહી કરે છે તે વર્ષો જૂની આપણી જે પરંપરા છે, ભારતની અંદર જે વડીલો થઇ ગયા, ઋષિમુનીઓ થઇ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલાં પણ ઘણાબધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે તે આજની તારીખમાં આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે, આપણા જે વડીલો હતા, ઋષિમુનિઓ હતા, સંતો હતા એમણે જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે અમેરિકાનું નાસા પણ નથી પહોંચી શક્યું. જેમ કે આપણી હનુમાન ચાલિસામાં છે- "જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ। લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ॥" એટલે કે હનુમાન જીના પરાક્રમનું જે વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર દર્શાવવામાં આવ્યું છે જેને તુલસીદાસ સ્વામીએ એક વૃક્ષ નીચે બેસી આજથી 1400થી 1500 વર્ષ પહેલાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બતાવ્યું હતું જેને નાસા પણ સ્વીકારે છે એ એટલું જ અંતર છે.

આપણા ઋષિમુનિઓ હતા સંતો હતા પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા, અને ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે તે ભડલી વાક્યનો વધુ ઉપયોગ કરે છે, ભડલી રાજસ્થાનના મેવાળનો એક પરિવાર હતો જે માલધારી પરિવાર હતો અને એમણે ત્રણ પેઢી સુધી સતત વરસાદ અને હવામાન વિશે અભ્યાસ કરીને જે પુસ્તક બનાવ્યું છે તે પુસ્તકનું નામ છે 'ભડલી વાક્ય', તે પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો દર્શાવવામાં આવ્યા છે, તે મુજબ જ વાતાવરણમાં અસર જોવા મળતી હોય છે. 1400 વર્ષ પહેલાં જે આ પુસ્તક લખાયું હતું તેમાં પણ ઘણુંબધું સત્ય છે. તેના આધારે આગાહી કરતા હોય તેવા વ્યક્તિ પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે.

આ પણ વાંચો- રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, અંબાલાલ પટેલ અમારા માટે સારા એવા માર્ગદર્શક છે, તેમની પાસે જ્ઞાનનો ભંડોળ છે, તેમની પાસે કોઈ સ્વાર્થ નથી, તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે. અંબાલાલ પટેલને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવા જોઈએ, તેઓ એક પણ રૂપિયાની લાલચ રાખ્યા વગર માત્ર લોકોની સેવા જ કરે છે અને આવા સેવા કરનારા સેવાભાવી વ્યક્તિને કોઈ સસ્તી પબ્લિસિટી માટે પોતાના તુચ્છ વિચારો માટે કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો તે દુઃખની વાત છે. અંબાલાલ કાકા પર પ્રહાર એટલે આ વરસાદ વિજ્ઞાન અને આપણી જે પરંપરા છે તેના પર પ્રહાર કરવા બરાબર છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં અપીલ કરી કે બીજી વખત વિજ્ઞાનજાથા વાળા આવી ભૂલ ન કરે, જો બીજી વખત અપમાન કરવામાં આવશે તો મેદાને આવી વિજ્ઞાન જાથાને પડકાર ફેંકવાની ચેલેન્જ આપી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Jayant Pandya Paresh Goswami

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ