ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / શેરબજારમાં ભારે કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, IT અને ટેક શેરોમાં વેચવાલીની સુનામી
Last Updated: 10:06 AM, 19 June 2026
ADVERTISEMENT
શુક્રવારે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી બંને નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યા હતા. ખાસ કરીને IT અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળતા બજાર પર નકારાત્મક અસર પડી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રેડિંગ શરૂ થતાં જ BSE સેન્સેક્સ 76,852ના સ્તરે ખુલ્યો હતો, જે તેના અગાઉના બંધ 77,409ની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવતો હતો. બજાર ખુલ્યા બાદ વેચવાલીનું દબાણ વધુ વધતાં સેન્સેક્સ અચાનક વધુ નીચે સરક્યો અને 76,605ના સ્તર સુધી પહોંચી ગયો. પરિણામે સેન્સેક્સમાં 804 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ NSE નિફ્ટી 23,991 પર ખુલ્યો હતો, જે તેના અગાઉના બંધ 24,168ની સરખામણીએ નીચો હતો. ત્યારબાદ નિફ્ટીમાં પણ વધુ ઘટાડો નોંધાયો અને તે લગભગ 220 પોઈન્ટ ઘટીને 23,939ના સ્તર સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
બજારમાં આવેલા આ ઘટાડામાં IT અને ટેક શેરોની સૌથી મોટી ભૂમિકા રહી હતી. IT સેક્ટરમાં ભારે વેચવાલીના કારણે અનેક અગ્રણી કંપનીઓના શેર તૂટી પડ્યા હતા. BSEની લાર્જ-કેપ કેટેગરીમાં ઇન્ફોસિસના શેરમાં 8.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. TCSના શેર 6.20 ટકા તૂટ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રાના શેરમાં 5.60 ટકાનો ઘટાડો નોંધાયો હતો. HCL ટેકના શેરમાં પણ 5.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
IT શેરો ઉપરાંત અન્ય મોટા શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. HDFC બેંકના શેરમાં 2.30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમ્ફેસિસના શેર 6.60 ટકા તૂટ્યા હતા, જ્યારે પ્રેઝિસ્ટન્ટના શેરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોફોર્જના શેર 4.20 ટકા અને ડિક્સનના શેર 2.20 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
બજારના વ્યાપક ચિત્ર પર નજર કરીએ તો, વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે નિફ્ટી 24,000ની નીચે સરકી ગયો હતો. ટ્રેડિંગ શરૂ થતાં સમયે આશરે 956 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 1,324 શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત 178 શેરોમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નહોતો.
ADVERTISEMENT
બજારમાં આવેલા આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક IT સેવાઓ કંપની એક્સેન્ચરનું નિવેદન માનવામાં આવી રહ્યું છે. કંપનીએ પશ્ચિમ એશિયામાંથી આવક સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026 માટે તેના આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હતો. આ જાહેરાત બાદ એક્સેન્ચરના શેરમાં રાતોરાત લગભગ 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેની સીધી અસર ભારતીય IT કંપનીઓ પર પણ જોવા મળી હતી. ઇન્ફોસિસ ADR લગભગ 10 ટકા અને વિપ્રો ADR 3.6 ટકા સુધી ઘટ્યા હતા, જેના કારણે સ્થાનિક બજારમાં પણ IT શેરો પર ભારે દબાણ જોવા મળ્યું હતું. શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા નિષ્ણાતની સલાહ અવશ્ય લો
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT