ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢમાં પથ્થર ધરાશાઇ થતાં 2 લોકોના મો*ત, અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત
Last Updated: 10:31 AM, 19 June 2026
ADVERTISEMENT
Pavagadh Accident : પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. ભારે વરસાદ અને તેજ પવન વચ્ચે પર્વત પરથી મોટા પથ્થરો ધસી પડતાં અનેક દર્શનાર્થીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
માહિતી અનુસાર, દુર્ઘટના પાવાગઢના પાટિયા પુલ નજીક બની હતી. વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે કેટલાક દર્શનાર્થીઓ પગથિયાં ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક પથ્થરો ધરાશાયી થયા હતા. ઘટનામાં સુરતથી આવેલા યાત્રાળુઓ સહિત અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થરો પડતાં કુલ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પાવાગઢમાં પથ્થરો થયા ધરાશાઇ, 15 લોકો દબાયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
પથ્થર ધરાશાઇ થતા 15 લોકો વ્યક્તિ દબાયા
2 લોકો હજુ પણ પથ્થર નીચે દબાયેલા હોવાની માહિતી
પગથિયાં ઉપર પથ્થર પડતા ચાર વ્યક્તિ દબાયા હતા
15 લોકો ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર માટે લવાયા#Pavagadh #Accident #RescueOperation #GujaratNews… pic.twitter.com/g1CzRRgvdc
આ પણ વાંચો : જસદણ નજીક ખાનગી બસ પલ્ટી જતાં 11 મુસાફરો ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
પથ્થર નીચે દબાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પથ્થરો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પથ્થરો તોડીને માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું
દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી વધુ કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઘટનાના કારણો અને પરિસ્થિતિની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT