ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણ નજીક ખાનગી બસ પલ્ટી જતાં 11 મુસાફરો ઈજાગ્રસ્ત
Last Updated: 08:18 AM, 19 June 2026
ADVERTISEMENT
Jasdan Bus Accident : રાજકોટ જિલ્લાના જસદણ રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે એક ખાનગી મુસાફર બસ અકસ્માતનો ભોગ બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ સુરતથી દેરડી કુંભાજી તરફ જતી શક્તિધામ ટ્રાવેલ્સની બસ સવારે અંદાજે 4 વાગ્યાના સમયે અચાનક પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં કુલ 22 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબ આ દુર્ઘટનામાં 11 મુસાફરોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ કેટલાક મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે, બસનો ડ્રાઈવર વધુ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. મુસાફરોએ ડ્રાઈવરને સાવચેતીપૂર્વક બસ ચલાવવાની સૂચના પણ આપી હતી, તેમ છતાં ઝડપ અને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત પાર્ટનર સ્વેપિંગ કાંડમાં રાજકોટની ભોગ બનનાર મહિલાનો ચોંકાવનારો ખુલાસો
અકસ્માતની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને અકસ્માત પાછળના વાસ્તવિક કારણો જાણવા તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT