બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / પૂરતી સુવિધાઓના અભાવે ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિધાર્થીનીઓનો હોબાળો

Video / પૂરતી સુવિધાઓના અભાવે ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિધાર્થીનીઓનો હોબાળો

Published By: Nidhi Panchal
Reported By: Kishan Baraiya

Last Updated: 10:55 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં વિદ્યાર્થીનીઓએ વિવિધ સમસ્યાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. હોસ્ટેલમાં ભોજન, લિફ્ટ, પાણી, સુરક્ષા અને CCTV કેમેરા સહિતની અનેક સમસ્યાઓને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે.

ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ પૂરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ સાથે કેમ્પસમાં બેસીને હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી અનેક સમસ્યાઓ હોવા છતાં તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી. ભોજનની ગુણવત્તાથી લઈને લિફ્ટ, પાણી અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતોમાં પણ ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી હોવાના આરોપો કરવામાં આવ્યા છે.

samras-hostel

વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં પૂરતી સુવિધાઓનો અભાવ છે અને સૌથી મોટી સમસ્યા ભોજનને લઈને છે. તેમના જણાવ્યા અનુસાર ભોજનમાં અવારનવાર વાંદા, જીવડા અને પ્લાસ્ટિકના ટુકડા નીકળવાની ફરિયાદો થઈ રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. વિદ્યાર્થીનીઓનો દાવો છે કે ભોજનની ગુણવત્તામાં સુધારો થવાને બદલે તેમને રીવ્યુમાં નેગેટિવ પ્રતિભાવ ન આપવા માટે દબાણ કરવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓ માટે મોટી મુશ્કેલી બની

હોસ્ટેલમાં લિફ્ટ વારંવાર બંધ પડી જવાની સમસ્યા પણ વિદ્યાર્થીનીઓ માટે મોટી મુશ્કેલી બની છે. તેમનું કહેવું છે કે લિફ્ટ બંધ થઈ જાય પછી ઘણા દિવસો સુધી તેનું સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે ઉપરના માળે રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થીનીઓએ ગંભીર આક્ષેપ કર્યા

પાણીની સમસ્યાને લઈને પણ વિદ્યાર્થીનીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ત્રીજા માળે રહેતી વિદ્યાર્થીનીઓને નવમા માળેથી પાણી ભરવા જવું પડે છે. દૈનિક જીવનની આ મુશ્કેલીને કારણે અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ પર પણ અસર પડી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

pg

વિદ્યાર્થીનીઓએ સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ હોસ્ટેલના બહારના ગેટ પર લગાવવામાં આવેલા CCTV કેમેરા લાંબા સમયથી બંધ છે. જેના કારણે બહારના અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદોમાં વધારો થયો છે. વિદ્યાર્થીનીઓએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને CCTV કેમેરા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.

કેમ્પાઉન્ડમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો

આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓએ કેમ્પાઉન્ડમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી. તેમના મતે હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓને સ્વચ્છ ભોજન, પૂરતી સુવિધાઓ, નિયમિત પાણીની વ્યવસ્થા, કાર્યરત લિફ્ટ અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ.

Bvn

આ મુદ્દે સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીની ધ્રુવિશા વાળા, એબીવીપી (ABVP)ના જિલ્લા છાત્રા પ્રમુખ દીપિકા કછોટ તેમજ સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીની કિંજલ શિયાળ દ્વારા પણ પોતાની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો ગંભીર ગેરવર્તણૂંક ગણાશે

હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને વિદ્યાર્થીનીઓની માંગ છે કે હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સુધારવામાં આવે, લિફ્ટ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેમજ બંધ CCTV કેમેરા તાત્કાલિક કાર્યરત કરવામાં આવે, જેથી હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળી રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Protest Girls Hostel Bhavnagar Samras Hostel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ