ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કાલીન ભૈયાનું રાજ, 'ગાદી' માટે લડાઈ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ, જુઓ 'Mirzapur: The Movie' નું દમદાર ટ્રેલર
Last Updated: 06:12 PM, 11 August 2026
ADVERTISEMENT
મિર્ઝાપુર સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સૌથી વધુ જોવાયેલી સિરીઝ છે. તેના મીમ્સ આજે પણ વાયરલ થઇ રહ્યા છે. શોએ તેના ઓટીટી ડેબ્યૂ દરમિયાન જે સનસનાટી મચાવી હતી તે દરેક વ્યક્તિએ અનુભવી હતી. હવે નિર્માતાઓ મિર્ઝાપુરના એ જ રંગ, એ જ તેવર અને ઉત્સાહને મોટા પડદા પર લાવી રહ્યા છે.
ADVERTISEMENT
જૂની કહાની, નવો અનુભવ
મિર્ઝાપુર ધ મૂવી આવી રહી છે, જેમાં જુના બધા આઇકોનિક કિરદારોની વાપસી થશે. હા, મુન્ના ભૈયા, કમ્પાઉન્ડર, બૌજી અને બબલુ પંડિત - જે બધા શ્રેણીમાં માર્યા ગયા હતા તેઓ ફિલ્મમાં જોવા મળશે. ધમાકેદાર ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં નવા પાત્રોની એન્ટ્રી દર્શાવવામાં આવી છે જે મિર્ઝાપુરની દુનિયામાં તબાહી મચાવશે.
ADVERTISEMENT
મિર્ઝાપુરના કિંગ કાલીન ભૈયા, પ્રિન્સ મુન્ના ભૈયા અને શેર સત્યાનંદ ત્રિપાઠી ફરી એકવાર પાછા ફર્યા છે. ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત પણ દેખાય છે. ટ્રેલર તરત જ દર્શકોને તે દુનિયામાં પાછા લઈ જાય છે જેને તેઓ પસંદ કરે છે. ફ્રેન્ચાઇઝની સિગ્નેચર ઇન્ટેન્સિટી, ડાર્ક હ્યુમર અને આઇકોનિક સંવાદો સાથે આ વખતે કહાની પણ ખાસ નજર આવે છે.
ADVERTISEMENT
આ નવા પ્રકરણમાં ફરી એકવાર સિંહાસન માટેનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે. નવા દાવેદારો કહાનીમાં પ્રવેશ કરે છે, જે સ્થાપિત સત્તાના ખેલને પડકાર આપે છે. જેમ જેમ સિંહાસન માટેની જંગ વધતી જાય છે, તેમ તેમ મિર્ઝાપુરની દુનિયા પૂર્વાંચલથી આગળ વિસ્તરે છે, જે દર્શકોને રણ સહિત એક વિશાળ અને નવી સિનેમેટિક દુનિયામાં લઈ જાય છે.
ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, અલી ફઝલ, જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌર, શ્વેતા ત્રિપાઠી, સોનલ ચૌહાણ, અનંગશા બિશ્વાસ, શાજી ચૌધરી, સતેન્દ્ર સોની, કુલભૂષણ ખરબંદા અને સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકાઓમાં છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / 'જ્યાં પણ મારુ મોત થાય ત્યાં દફન કરી દેજો', કોન્સર્ટમાં લકી અલીનો ભાવુક Video
ADVERTISEMENT
મિર્ઝાપુર ફિલ્મ ક્યારે આવી રહી છે?
મિર્ઝાપુર ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026 ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેનું નિર્દેશન ગુરમીત સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જે આ શ્રેણીના નિર્માતા છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં રિલીઝ થશે, અને તેનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયો પણ તેને પ્રોડ્યુસ કરી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT